fbpx
Friday, April 26, 2024

AAP નેતા ઇસુદાન ગઢવીએ દારૂ પીને ભાજપનાં મહિલા નેતા છેડતી કરી અને પછી બંન્ને વચ્ચે…

પોલીસને આપેલી અરજીમાં લગાવ્યો આરોપ
ઈસુદાન ગઢવી ને ગાંધીનગર સિવિલ મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયા
ભાજપની મહિલા કાર્યકરોએ ઈસુદાન ગઢવી દારૂ પીધેલી હાલતમાં હોવાની કરી ફરિયાદ

ગાંધીનગર : ગુજરાત આપ દ્વારા ભાજપનાં હેડક્વાર્ટર કમલમ્ ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. જેના પગલે કમલમ ખાતે મોટા પ્રમાણમાં આપના કાર્યકરો ઉમટી પડ્યા હતા. ભાજપ વિરોધી સુત્રો પણ લગાવ્યા હતા. જો કે ભાજપનાં કાર્યકરો પણ મોટા પ્રમાણમાં ઉમટી પડતા ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. ઝપાઝપી અને બોલાચાલી થઇ હતી. જેના કારણે બંન્ને કાર્યકરો વચ્ચે વધી રહેલું ઘર્ષણ જોઇને પોલીસને બળ પ્રયોગ કરવાની ફરજ પડી હતી.

સ્થાનિક પોલીસ દ્વારા વધી રહેલું ઘર્ષણ જોઇને બળપ્રયોગ કરવામાં આવ્યો હતો. આપ અને ભાજપના કાર્યકરોને તથા આપના કાર્યકરોને વિખેર્યા હતા. પોલીસના બળપ્રયોગથી થોડા સમય માટે ભાગા ભાગી અને દોડાદોડીનું વાતાવરણ સર્જાયું હતું. તો બીજી તરફ પોલીસે બાકી રહેલા આપના કાર્યકરોની અટકાયત કરી હતી. જો કે આ તમામ ઘટનાક્રમ વચ્ચે ભાજપના નેતા શ્રદ્ધા રાજપુતે આપના નેતા ઇસુદાન ગઢવી નશાની હાલતમાં હોવાનો આરોપ લગાવ્યો હતો. 

શ્રદ્ધા રાજપુતે આરોપ લગાવ્યો કે, આપના નેતા ઇશુદાન ગઢવી નશાની હાલતમાં હતા. તેમણે નશાની હાલતમાં આ યુવા નેતાની છેડતી પણ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. જેના પગલે ચકચાર મચી ગઇ હતી. શ્રદ્ધા રાજપુતની અરજી મળતાની સાથે જ પોલીસે ઇસુદાન ગઢવીને ઉઠાવી લીધા હતા. તેમને સીધા જ સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટે ખસેડવામાં આવ્યા હતા. શ્રદ્ધા રાજપુતે ઇસુદાન ગઢવી દારૂનાં નશામાં ચકચુર હોવાનો આરોપ લગાવ્યો હતો. જેના પગલે હાલ રાજકારણ ગરમાયું છે. 

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles