દેબીના બેનર્જી હાલમાં તેમના જીવનના સૌથી સુંદર સમયમાંથી પસાર થઈ રહી છે. દેબીના ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે, તેથી ગુરમીત અને દેબીના બંને તેમના આવનાર બાળક માટે ખૂબ જ ઉત્સાહિત છે. દેબીના અને ગુરમીતે લગ્નના 10 વર્ષ બાદ માતા-પિતા બનવાનો નિર્ણય કર્યો છે. આવી સ્થિતિમાં દેબીનાએ વીડિયો શેયર કરીને પ્રેગેન્સી પર સવાલ ઉઠાવનારની આકરી ટીકા કરી છે.
તેણે કહ્યું છે કે આ ખૂબ જ શરમજનક છે કે કોઈ પણ મહિલાને પ્રેગેન્સી વિશે પૂછવું, તેના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર ક્યાંકને ક્યાંક આ બધુ અસર થઈ શકે છે.’ દેબીનાએ પ્રેગ્નેન્સી સાથે જોડાયેલા મહિલાઓ વિશે પૂછવામાં આવેલા સવાલો પર અવાજ ઉઠાવતી જોવા મળે છે.

મહિલાઓ ઘણીવાર આમાંથી પસાર થાય છે
દેબીના આવા સવાલ ઉઠાવનારને એક સંદેશ આપવા માંગે છે, કારણ કે તેઓ તે મહિલાઓને પરેશાન કરે છે, તેમના દિલને ઠેસ પહોંચાડે છે. ટૂંક સમયમાં માતા બનનાર દેબીનાએ કહ્યું કે કોઈને પૂછવું કેટલું ખરાબ છે કે તમે ક્યારે માતા બનવાના છો? અથવા તમારે બાળકો કેમ નથી જોઈતા? તે પોતાની અંગત બાબત છે. આ વિશે ક્યારેય આવા સવાલ પુછવા જોઈએ નહીં.
તમને જણાવી દઈએ કે દેબીના પોતાની પ્રેગ્નેન્સીમાં ખુલ્લેઆમ એન્જોય કરતી જોવા મળે છે. તે સવારની ધાર્મિક વિધિઓથી લઈને રાત્રિના નિત્યક્રમ અને સાંજે વર્કઆઉટને અનુસરતી જોવા મળે છે. અભિનેત્રી પોતાના સોશિયલ મીડિયા દ્વારા તસવીરો અને વીડિયો શેયર કરતી રહે છે. આ દિવસોમાં દેબીના તેની પ્રેગ્નન્સીમાં પહેરવામાં આવતા ડ્રેસને લઈને પણ ઘણી લોકપ્રિય બની છે. તાજેતરમાં અભિનેત્રીએ તેની કેટલીક તસવીરો શેયર કરી હતી જે ચાહકોને ખુબ પસંદ આવી રહી છે.