fbpx
Saturday, April 27, 2024

પાપમોચની એકાદશી પર આ વિધિથી વ્રત કરો, બધા પાપોનો નાશ થશે!

પાપમોચની એકાદશીનું વ્રત એ સમસ્ત એકાદશીમાં વિશેષ માનવામાં આવે છે. કારણ કે આ વ્રત કરવાથી જાતકને જાણે અજાણે કરેલા પાપમાંથી મુક્તિ મળે છે. ભગવાન વિષ્ણુની કૃપાથી વ્યક્તિ મૃત્યુ બાદ પુનઃ જીવન મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ વખતે આ એકાદશી 28 માર્ચ, સોમવારના રોજ છે. ખાસ વાત એ છે કે આ વર્ષે પાપમોચની એકાદશી એ સર્વાર્થ સિદ્ધિ યોગ સાથે આવી છે. આ યોગ દરેક કાર્યોમાં સફળતાની પ્રાપ્તિ કરાવનાર છે. ત્યારે ચાલો જાણીએ કે આ વખતે કઈ પૂજાવિધિ સાથે વ્રત કરવાથી સાધકને સઘળા પાપકર્મથી મુક્તિની પ્રાપ્તિ થશે અને સાથે જ સમસ્ત સિદ્ધિઓની પ્રાપ્તિ થશે.

પાપમોચની એકાદશી

⦁ 28 માર્ચ, સોમવાર, સવારે 6.16 કલાકે સર્વાર્થ સિદ્ધિ યોગનો પ્રારંભ થશે. વ્રતના સંકલ્પ માટે આ સમય ઉત્તમ મનાય છે. અલબત્, વ્રત કરનારે 27 માર્ચ, રવિવાર સાંજથી જ વ્રતના નિયમોનું પાલન શરૂ કરી દેવું જોઈએ અને માત્ર સાત્વિક આહાર જ ભોજનમાં ગ્રહણ કરવો જોઈએ.

વ્રત અને પૂજા વિધિ

⦁ પાપમોચની એકદાશીએ પ્રાતઃ સ્નાન કરીને પીળા વસ્ત્ર ધારણ કરવા.

⦁ સર્વ પ્રથમ પૂજા સ્થાનની સાફ સફાઈ કરી લેવી. ત્યારબાદ એક બાજઠ પર પીળુ વસ્ત્ર પાથરી ભગવાન વિષ્ણુની મૂર્તિ કે તસવીરની સ્થાપના કરવી.

⦁ હાથમાં જળ, ચોખા અને પુષ્પ લઈને પાપમોચની એકાદશી માટેના વ્રતની પૂજા વિધિનો સંકલ્પ કરો.

⦁ પ્રાતઃકાળમાં જ શુભ યોગ બનતો હોઈ, જો તમે સવારે જ પૂજા કરશો તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે.

⦁ ભગવાન વિષ્ણુને પીળા પુષ્પ, પીળા વસ્ત્ર, કેળા, પીળી મીઠાઈ, શિખંડ, પંચામૃત, તુલસીદળ, અક્ષત, ધૂપ, દીપ, ગંધ, ફળ, માળા વગેરે અર્પણ કરો.

⦁ આ દરમ્યાન “ૐ નમો ભગવતે વાસુદેવાય” મંત્રનું ઉચ્ચારણ કરતા રહો.

⦁ આ મંત્રનો જાપ સમસ્ત દુઃખ, કષ્ટ અને પાપને દૂર કરીને પુણ્ય પ્રદાન કરવાવાળો છે.

⦁ આ દિવસે શ્રીવિષ્ણુ ચાલીસા, વિષ્ણુ સહસ્ત્રનામ, પાપમોચની એકાદશી વ્રત કથાનો પાઠ કરો. ત્યારબાદ શુદ્ધ ઘી નો દિવો કરીને કે કપૂર પ્રજ્વલિત કરીને ભગવાન વિષ્ણુની આરતી કરો.

⦁ પૂજા સમાપન બાદ પ્રસાદ વિતરણ કરો અને સ્વયં પણ ફળ પ્રસાદ કે પંચામૃત પ્રસાદ ગ્રહણ કરો.

⦁ આ દિવસે કોઇ બ્રાહ્મણને વસ્ત્ર, અન્ન, ફળ, મીઠાઈનું દાન કરો.

⦁ વ્રતના દિવસે ફળાહાર કરો અને રાત્રે જાગરણ કરીને ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કરો. યાદ રાખો, એકાદશીએ દિવસ દરમ્યાન સૂવું જોઈએ નહીં.

⦁ વ્રત કરનારે સઘળા નિયમોનું પાલન કરવું.

⦁ દ્વાદશીના દિવસે સ્નાનાદિ કાર્ય પૂર્ણ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરો અને સૂર્યોદય પછી પારણાં કરીને વ્રતને પૂર્ણ કરો.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles