fbpx
Friday, April 26, 2024

ચહેરા પરના ડાઘ-ધબ્બા દૂર કરવા માટે ઘરે જ લગાવો આ 4 ફેસ પેક, ત્વચામાં ચમક આવશે

કાળા ડાઘના કારણે ચહેરો કદરૂપો દેખાવા લાગે છે. જેની સીધી અસર પર્સનાલિટી પર થાય છે. પરિણામે દરેક વ્યક્તિ મુલાયમ, સોફ્ટ અને ચમકદાર ત્વચા ઈચ્છે છે. આવી ત્વચા મેળવવા લોકો જાતજાતની પ્રોડક્ટનો ઉપયોગ કરે છે, પરંતુ જો તમે ઇચ્છો તો કુદરતી રીતે ચહેરાના ડાઘ દૂર કરી શકો છો. અહીં ચહેરા પરના કાળા ડાઘા દૂર કરવા માટે ઘરે જ કયા ફેસ પેક બનાવી શકાય તે અંગે જાણકારી આપવામાં આવી છે.

પપૈયાનું ફેસ પેક : પપૈયું ચહેરાના કાળા ડાઘ દૂર કરવામાં ખૂબ ફાયદાકારક છે. પપૈયાનો ઉપયોગ ઘણી એન્ટિ-પિગમેન્ટેશન ક્રીમ અને માસ્કમાં પણ થાય છે. પપૈયાના ફેસ પેકમાં હાજર એન્ઝાઇમના કારણે ચહેરાના ડાઘ દૂર થાય છે. તમે પપૈયાનું ફેસ પેક ઘરે જ બનાવી શકો છો.

પપૈયાનું ફેસ પેક બનાવવા માટે પપૈયાને સારી રીતે મેશ કરો. તેને તમારા ચહેરા પર લગાવો અને સવારે નવશેકા પાણીથી ચહેરો ધોઈ લો. પપૈયાના ફેસ પેકને તમે અઠવાડિયામાં 2-3 દિવસ તમારા ચહેરા પર લગાવી શકો છો. તેનાથી ચહેરાના ડાઘમાં રાહત મળશે, ત્વચા પણ ચમકશે.

દહીં અને ઓટમીલનું ફેસ માસ્ક : દહીં અને ઓટમીલનું ફેસ પેક ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. દહીં ત્વચાની ડાર્કનેસ ઘટાડે છે અને ત્વચાને મોઇશ્ચરાઇઝ પણ કરે છે. બીજી તરફ ઓટમીલ ત્વચાના મૃત કોષોને દૂર કરવામાં મદદ કરે છે. દહીં અને ઓટમીલ ફેસ પેક ત્વચાને એક્સ્ફોલિએટ કરે છે તેમજ વાન પણ સુધારે છે.

દહીં અને ઓટમીલ ફેસ પેક બનાવવા માટે દહીં અને ઓટમીલને સારી રીતે ગ્રાઇન્ડ કરો. હવે તેને રાત્રે ચહેરા પર લગાવો, 30 મિનિટ બાદ ચહેરાને પાણીથી ધોઈ લો. ચહેરા પરના કાળા ડાઘ દૂર કરવા માટે તમે અઠવાડિયામાં 2-3 વખત ઓટમીલ ફેસ પેક લગાવી શકો છો. દહીં અને ઓટમીલનું ફેસ પેક લગાવવાથી ત્વચા એકદમ ચમકદાર બને છે.

બદામનું ફેસ પેક : ત્વચા પરથી કાળા ડાઘ દૂર કરવા માટે બદામ એકદમ ઉપયોગી છે. બદામમાં રહેલા તત્વો ચહેરાના પીગમેંટેશન સમસ્યાને ઓછી કરે છે. બદામનું ફેસ પેક લગાવવાથી ચહેરા પરના ડાઘથી સંપૂર્ણ છુટકારો મળે છે.

બદામનું ફેસ પેક બનાવવા માટે 6-8 બદામને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે તેને છોલીને તેની જાડી પેસ્ટ બનાવી લો. તમે ઇચ્છો તો તેમાં ચંદનનો પાવડર પણ ઉમેરી શકો છો. હવે તેને ચહેરાના ડાઘા પર લગાવો, પછી તેને પાણીથી સાફ કરો. સારા પરિણામ માટે તમે અઠવાડિયામાં રાત્રે 2 વખત બદામ ફેસ પેક લગાવી શકો છો.

બેસન ફેસ પેક : બેસન ફેસ પેકનો ઉપયોગ સદીઓથી કરવામાં આવે છે. બેસન ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર કરવામાં ફાયદાકારક છે. ચહેરાના કાળા ડાઘ દૂર કરવા માટે બેસન ફેસ પેક પણ લગાવી શકાય છે. બેસનમાં રહેલા ઘટકો ત્વચાને સારી રીતે સાફ કરે છે, કાળા ડાઘાને હટાવે છે. તેનાથી મૃત કોષો પણ દૂર થાય છે.

બેસન ફેસ પેક બનાવવા માટે 2 ચમચી બેસન લો અને તેમાં 2 ચમચી એલોવેરા જેલ તથા ટામેટાનો પલ્પ ઉમેરો. હવે આ મિશ્રણને તમારા આખા ચહેરા પર લગાવો. બેસનથી બનેલુ ફેસ પેક તમે રાત્રે પણ લગાવી શકો છો. ટામેટાંમાં બ્લીચિંગ એજન્ટ હોય છે, જે ડાઘ દૂર કરવામાં મદદ કરે છે અને એલોવેરા જેલ ત્વચાને પોષણ આપે છે. અહીં નોંધનીય છે કે, તમારા ચહેરા પર ડાર્ક સ્પોર્ટ્સ હોય તો તમે રાત્રે સૂતી વખતે બેસન, બદામ, ઓટમીલ અને પપૈયાના ફેસ પેક્સ ટ્રાય કરી શકો છો. પરંતુ ત્વચાને લગતી કોઈ સમસ્યાથી પીડિતોએ પેકનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતના અભિપ્રાય લેવો જોઈએ.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles