fbpx
Tuesday, April 30, 2024

એસિડિટીની સમસ્યાથી પરેશાન છો? તો કરો આ ઉપાયો, પેટ હંમેશા ઠંડુ રહેશે

ગરમીની સીઝન શરૂ થઈ ગઈ છે..ગરમીમાં લોકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે…ઉનાળામાં પેટની અનેક સમસ્યાઓની લોકો બૂમો પાડે છે.. ઉનાળામાં યોગ્ય રીતે પાચન ન થતું હોવાથી પેટની સમસ્યા થવા લાગે છે. ઘણા લોકોને ગરમી શરૂ થતા ઉલ્ટી અને લૂઝ મોશનની સમસ્યા ઉભી થાય છે.. કાળઝાળ ગરમીથી અનેક સમસ્યાઓ ઉભી થાય છે..જેમાં એસિડિટીની સમસ્યા સૌથી વધુ સતાવે છે. આવી સ્થિતિમાં એસિડિટીની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ઘરેલું ઉપાય અપનાવી શકાય છે. 

1- નારિયેળ:

ગરમીમાં નારિયેળ પાણી પીવાથી એસિડિટીની સમસ્યા દૂર થાય છે. નાળિયેર પાણીમાં ડિટોક્સિફાય ગુણ હોય છે. નારિયેળ પાણીમાં ફાઈબરની માત્રા ખૂબ જ વધુ હોય છે, જે પેટની સમસ્યાઓને દૂર કરે છે. તેમજ નારિયેળ પાણી પીવાથી કબજિયાતથી છુટકારો મળે છે.

2- છાશ:

 છાશ પીવાથી પણ એસિડિટીથી રાહત મેળવી શકાય છે.. ઉનાળાની ઋતુમાં છાશ પેટને ઠંડુ રાખે છે અને તેમાં રહેલા કુદરતી બેક્ટેરિયા પેટમાં એસિડની વધુ માત્રાને બનતી અટકાવે છે. છાશ પીવાથી પાચનક્રિયા સુધરે છે. ગરમીમાં ભોજન કર્યા બાદછાશનું સેવન કરવાથી એસિડિટીની સમસ્યાથી છુટકારો મળે છે.

3- કેળા:

કેળા ખાવાથી એસિડિટીમાં રાહત મળે છે.. દિવસમાં એક કેળું ચોક્કસ ખાવું જોઈએ જેથી પેટની સમસ્યાથી મુક્તિ મળે છે. કેળામાં હાજર પોટેશિયમ પેટમાં વધારાની એસિડિટી બનતી અટકાવે છે, જે શરીરના પીએચ લેવલને ઘટાડે છે. કેળામાં ફાઈબરનું પ્રમાણ ખૂબ વધારે હોય છે જે કબજિયાતની સમસ્યાને દૂર કરે છે.

4- ટેટી:

ઉનાળામાં ટેટી ખાવથી પાણીની કમી પૂરી થાય છે..ટેટીમાં હાજર એન્ટી-ઓક્સિડન્ટ્સ અને ફાઈબર એસિડ રિફ્લક્સ અને પેટ સંબંધિત રોગો સામે રક્ષણ કરે છે. ટેટી પેટને ઠંડુ રાખે છે અને તેમાં રહેલું પાણી શરીરને હાઇડ્રેટ કરવામાં અને પીએચ સ્તર ઘટાડવામાં મદદ કરે છે.

5- ઠંડુ દૂધ:

ઠંડુ દૂધ પીવાથી એસિડીટીથી છુટકારો મેળવી શકાય છે. ઠંડુ દૂધ પેટમાં રહેલા એસિડને શોષી લે છે. દૂધથી  ગેસ્ટ્રિક સિસ્ટમમાં હાર્ટબર્ન અથવા બળતરા થતી નથી. ગરમીમાં જ્યારે પણ તમને પેટમાં એસિડ બનવાની અથવા બળતર અનુભવ થાય ત્યારે એક ગ્લાસ ઠંડુ દૂધ પીવો. જેથી રાહત થશે.

(ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles