fbpx
Tuesday, May 21, 2024

દેવગુરુ બૃહસ્પતિના વૃષભ રાશિમાં ગોચર કરવાથી થશે કુબેર યોગનું નિર્માણ, આ રાશિના લોકો ધનમાં આળોટશે

સમગ્ર બ્રહ્માંડમાં કુલ ગ્રહોની સંખ્યા 9 છે. બધા ગ્રહોની પોતપોતાની વિશેષતાઓ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દેવ ગુરુ બૃહસ્પતિ બીજા નંબરનો સૌથી ધીમી ચાલ ચાલતો ગ્રહ છે. એવું માનવામાં આવે છે કે દેવ ગુરુ બૃહસ્પતિ લગભગ 13 મહિના પછી એક રાશિથી બીજી રાશિમાં ગોચર કરે છે. જણાવી દઈએ કે દેવ ગુરુ બૃહસ્પતિ આવતા મહિને એટલે કે 1લી મેના રોજ વૃષભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે.

દેવગુરુ બૃહસ્પતિના વૃષભ રાશિમાં પ્રવેશ કરવાને કારણે કુબેર યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. કુબેર યોગ બનવાથી કેટલીક રાશિઓની ધન-સંપત્તિમાં વધારો થશે. તો આજે આ લેખમાં જાણીશું મે મહિનામાં કઈ કઈ ભાગ્યશાળી રાશિઓ છે, કોને મળશે કુબેર યોગનો લાભ.

મેષ

મેષ રાશિના જાતકો માટે કુબેર યોગ ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થશે. કારણ કે ગુરુ મેષ રાશિમાં ધન અને વાણીના ભાવમાં ભ્રમણ કરશે. આવી સ્થિતિમાં, મેષ રાશિના જાતકોને અચાનક ધનલાભ થઈ શકે છે. આકસ્મિક ધન મળવાથી આર્થિક સ્થિતિમાં બદલાવ આવશે. નોકરી કરતા લોકો માટે સ્થાન પરિવર્તનની સાથે પ્રમોશનના યોગ પણ બની રહ્યાં છે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. તેમજ કોઈપણ કાર્યમાં તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે.

કર્ક

કર્ક રાશિના જાતકોને વૃષભ રાશિમાં કુબેર યોગ બનવાથી ફાયદો થઈ શકે છે, કારણ કે કર્ક રાશિના જાતકોની કુંડળીના નવમા ભાવમાં કુબેર યોગ બનવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, કર્ક રાશિના જાતકોને ભાગ્ય હંમેશા સાથ આપશે. તેમજ જે લોકો વેપાર કરી રહ્યા છે તેમને બમણો નફો મળી શકે છે. તમને બિઝનેસ સંબંધિત કોઈ મોટી ડીલ મળી શકે છે. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહેશે. તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે. મે મહિનાના પહેલા અઠવાડિયામાં તમે દૂરના પ્રવાસ પર જઈ શકો છો.

સિંહ

સિંહ રાશિના જાતકો માટે કુબેર યોગ ખૂબ જ શુભ સાબિત થશે. કારણ કે સિંહ રાશિના જાતકોની કુંડળીમાં દેવ ગુરુ બૃહસ્પતિ કર્મ ભાવમાં ભ્રમણ કરશે. આવી સ્થિતિમાં, તમે નોકરી અને વ્યવસાયમાં અદ્ભુત લાભ મેળવી શકો છો. કરિયરમાં અચાનક બદલાવ આવશે. તમને તમારા શિક્ષકનો પણ સહયોગ મળશે. તમને તમારા પિતા તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. વેપારીઓને સારો ફાયદો થશે.

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles