fbpx
Saturday, May 18, 2024

પીળા દાંતને સફેદ કરવા માટે 5 ઘરેલું ઉપચાર, આમ કરવાથી તમારા દાંત થઈ જશે ટનાટન

પાન, મસાલા, ગુટખા, તમાકુ અને સિગારેટ સહિતના હાનિકારક પદાર્થોના સેવનના કારણે શરીર ખરાબ થઈ જાય છે. શરીરમાં બીમારીઓ ઘરે કરે છે અને તેના ગંભીર પરિણામ ભોગવવા પડે છે. ખાસ કરીને લોકોમાં દાંતની તકલીફ સૌથી પહેલા સામે આવે છે અને દરરોજ બ્રશ કરતા હોવા છત્તા દાંત પીળા રહે છે.

દાંતમાં પીળાશ આવવા પાછળ ઘણા કારણો જવાબદાર હોય શકે છે. ખરાબ ડાયટ, ખરાબ ઓરલ હાઇજિન અને સ્મોકિંગ જેવા કારણોથી પણ દાંત ખરાબ થઈ શકે છે. અલબત્ત દાંત ખરાબ હોય તો સારા કરવા માટે કેટલાક સરળ રસ્તા છે. દાંતને ફરી ચમકદાર બનાવી શકાય છે. અહીં એવા જ 5 ઘરગથ્થુ ઉપચાર આપવામાં આવ્યા છે, જેના થકી દાંતની પીળાશ દૂર કરી શકાય છે.

સ્ટ્રોબેરી

સ્ટ્રોબેરી ખાવા ઉપરાંત સ્ટ્રોબેરી દ્વારા દાંતને પોલિશ પણ કરી શકાય છે. પાકી ગયેલી સ્ટ્રોબેરીને પિચકાવીને દાંત પર ઘસવાથી પીળાશ દૂર થઈ શકે છે. આટલું કર્યા બાદ નવશેકા પાણીથી કોગળા કરવાનું ભૂલતા નહીં.

સફરજન

દરરોજ સફરજનનું સેવન કરવાથી સ્વાસ્થ્ય તો સારું રહે જ છે, સાથે દાંતને પણ ચમકદાર બનાવી શકાય છે. સફરજનમાં જોવા મળતા ઘટકો દાંતને મજબૂત અને ચળકતા બનાવવામાં મદદ કરી શકે છે. હકીકતમાં સફરજનમાં એસિડિક પદાર્થો મળી આવે છે, જે દાંતને સાફ કરવામાં મદદ કરે છે.

સંતરા

શિયાળાની ઋતુમાં ઈમ્યુનિટી વધારવા માટે સંતરાનો ખૂબ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તેની છાલથી દાંત સાફ કરી શકાય છે? દાંત પર તેની છાલ ઘસીને દાંતની પીળાશ દૂર કરી શકાય છે. લીંબુ અને સંતરાની છાલ ચાવવી અને તેને દાંત પર ઘસવી જોઈએ. તમને તરત જ તફાવત દેખાશે.

મીઠું

નવશેકા પાણીમાં થોડુંક મીઠું ઉમેરીને કોગળા કરવાથી દાંતની પીળાશ દૂર થાય છે. એટલું જ નહીં. વાસ્તવમાં પેઢાના ચેપથી પણ રાહત મળે છે.

બેકિંગ સોડા

દાંતની પીળાશ દૂર કરવા માટે, ટૂથપેસ્ટની ઉપર એક ચપટી બેકિંગ સોડા નાખીને બ્રશ કરો. તેનાથી દાંત પરની પીળી પરત દૂર થાય છે. આ પ્રક્રિયા અઠવાડિયામાં એકથી બે વાર કરી શકાય છે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles