fbpx
Friday, April 26, 2024

વારંવાર પેશાબ કરવાથી પરેશાન છો? તો આ ઉપાય કરવાથી સમસ્યા દૂર થશે

બદલતી લાઈફસ્ટાઈલ અને વાતાવરણ વચ્ચે દરેક વ્યક્તિ કોઈને કોઈ સમસ્યાનો સામનો કરતા હોય છે. જેમાં શારીરિક સમસ્યાઓનો સમાવેશ થાય છે. વર્ષોથી ભારતમાં બીમારીઓ દૂર કરવા માટે લોકો પહેલા ઘરેલૂ ઉપાયો કરતા હોય છે. જેનાથી બીમાર વ્યક્તિને જટીલથી જટીલ બીમારી માંથી પણ રાહત મળતી હોય છે.

કેટલાક લોકોને વારંવાર પેશાબ જવાની સમસ્યા હોય છે, પરંતુ તેઓ આ સ્થિતિને સામાન્ય ગણીને અવગણવા લાગે છે. નિષ્ણાતોના મતે જો કોઈ વ્યક્તિ દિવસમાં 8થી વધુ વખત પેશાબ કરવા જાય છે તો તે ચિંતાનો વિષય બની શકે છે. શરીરમાં કોઈ સમસ્યાને કારણે આવું થઈ શકે છે અને તેને નજરઅંદાજ કરવું ભારે પડી શકે છે. વારંવાર પેશાબ થવાથી દિનચર્યામાં પણ તકલીફ થાય છે અને રાત્રે ઊંઘમાં ખલેલ પડે છે. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે, જેમાં યુરિન ઈન્ફેક્શન, પેશાબના માર્ગમાં પથરી, ગર્ભાવસ્થા વગેરે સામેલ છે. જે લોકો ડાયાબિટીસથી પીડિત છે તેમને વારંવાર પેશાબની સમસ્યા પણ રહે છે.

આ સમસ્યાને ડાયાબિટીસની નિશાની પણ માનવામાં આવે છે. જે લોકો દારૂનું વધુ પડતું સેવન કરે છે, ચિંતામાં રહે છે, તેમને પણ આ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. અતિશય પેશાબના કિસ્સામાં, તમારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જો કે, કેટલાક ઘરેલું ઉપાય છે, જેને અપનાવીને આ સમસ્યાને ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે.
વારવાર પેશાબ આવવાની સમસ્યામાંથી રાહત મેળવવાના ઘરેલૂ ઉપાય

આમળા

આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે ઘણા પોષક તત્વોથી ભરપૂર છે. તે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જો તમે વારંવાર પેશાબથી છુટકારો મેળવવા માંગો છો, તો આમળાનું સેવન કરો અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરો. આમળાને પીસીને તેમાં મધ મિક્સ કરીને તેનું સેવન કરો.

દહીં

દહીંમાં હાજર એન્ટીબાયોટીક્સ શરીરમાં રહેલા ટોક્સિન્સ અને બેક્ટેરિયાને નષ્ટ કરવાનું કામ કરે છે. દહીંનું સેવન તમને પાચનતંત્ર અને કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ કરશે. જો કિડની સાફ રહે છે, તો વારંવાર પેશાબની સમસ્યા ઓછી થશે. દરરોજ સવારે મર્યાદિત માત્રામાં દહીં ખાઓ અને સ્વસ્થ રહો.

મેથીના દાણા

આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે તમારે દરરોજ મેથીના દાણામાંથી બનાવેલું પાણી પીવું પડશે. આ માટે મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે આ પાણીમાં ઉકાળો અને પીવો.

તજ

સ્વાસ્થ્ય જાળવવા માટે આયુર્વેદમાં પણ તજની ભલામણ કરવામાં આવી છે. જો તમે ઇચ્છો તો દરરોજ સવારે પાણીમાં તજનો પાવડર મિક્સ કરીને પી શકો છો.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles