fbpx
Saturday, April 27, 2024

આ 3 વિટામિન્સની ઉણપથી શ્વાસમાં દુર્ગંધ આવે છે, જાણો તેનાથી કેવી રીતે છુટકારો મેળવવો

અનેક લોકોના મોંમાંથી વાસ આવતી હોય છે. મોંમાંથી વાસ આવવાને કારણે અનેક લોકો શરમમાં મુકાતા હોય છે. મોંમાંથી વાસ આવવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. મોંમાંથી આવતી વાસ વ્યક્તિને શરમમાં મુકી દે છે. જો કે મોંમાંથી આવતી વાસને તમે સરળતાથી દૂર કરી શકો છો. આ માટે તમારે રેગ્યુલર આ ટિપ્સ ફોલો કરવાની રહે છે. મોંમાંથી વાસ આવવાને કારણે બીજા લોકો પાસે વાત કરતા પણ ખચવાતા હોઇએ છીએ. ઘણી વાર દાંતની સફાઇ બરાબર ના થવાને કારણે પણ મોંમાંથી વાસ આવતી હોય છે. આમ, જો તમને પણ આ સમસ્યા છે તો જાણી લો તમારામાં કયા વિટામીનની ઉણપ છે.

વિટામીન સી

જ્યારે મોંમાંથી બહુ વાસ આવવા લાગે ત્યારે સમજી લેવાનું કે તમારામાં વિટામીન સીની ઉણપ છે. વિટામીન સીની ઉણપને કારણે ઘણી વાર પેંઢામાંથી લોહી પણ નિકળે છે. શરીરમાં વિટામીન સીની ઉણપથી ઇમ્યુનિટી સિસ્ટમ નબળી થઇ જાય છે અને સ્કિન ડલ થઇ જાય છે.

આયરન

જીભમાં વારંવાર છાલા પડવા અને સોજો આવે છે તો તમારામાં આયરનની ઉણપ છે. આયરનની ઉણપથી શરરીમાં આ પ્રકારની તકલીફ થતી હોય છે. આ માટે હંમેશા એવો ખોરાક ખાઓ જેમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો હોય જેના કારણે તમારા શરીરમાં વિટામીનની ઉણપ ના રહે.

વિટામીન ડી

આપણે દરેક લોકો જાણીએ છીએ કે શરીરમાં વિટામીન ડીની મુખ્ય ભુમિકા રહેલી હોય છે. વિટામીન ડીની ઉણપથી શરીરમાં અનેક ઘણાં ફેરફારો થતા હોય છે. વિટામીન ડી હાડકાં મજબૂત કરવાનું કામ કરે છએ. એવામાં જ્યારે શરીરમાં વિટામીન ડીની ઉણપ હોય તો દાંતના હાડકાં ઢીલા પડી જાય છે જેના કારણે વાસ આવવા લાગે છે.

આ રીતે વિટામીનની ઉણપ દૂર કરો

શરીરમાં જરૂરી વિટામીનની ઉણપથી અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેમાં સૌથી મોટી એક સમસ્યા મોંમાંથી વાસ આવવાની છે. આ માટે શરીરમાં વિટામીન પર્યાપ્ત હોય એ ખૂબ જરૂરી છે. તમને જ્યારે એવું લાગે કે તમારા મોંમાંથી વાસ આવે છે ત્યારે તમે તરત જ પહેલા ડોક્ટરને બતાવો.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles