fbpx
Thursday, May 9, 2024

પેશાબમાં બળતરા એ કિડનીની સમસ્યાની નિશાની છે, આ ઘરગથ્થુ ઉપાયથી મળશે રાહત

યૂરિન કરતી વખતે બળતરા અથવા દુખાવો થવો સામાન્ય વાત નથી. તે યૂરિનરી ટ્રેક્ટ ઇંફ્કેશન (UTI)ના લક્ષણ હોઇ શકે છે. યૂરિનમાં બળતરા મહિલા અને પુરુષ બંનેને થઇ શકે છે. તે કિડનીને લગતી કોઇ સમસ્યાનો સંકેત પણ હોઇ શકે છે. બળતરાની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમારે ખાનપાનની આદતોમાં બદલાવ કરવો પડશે.

આ સમસ્યા વધુ તળેલુ અને મસાલાયુક્ત ભોજન અથવા પાણીની ઉણપથી થઇ શકે છે. યુટીઆઇની સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે ખાણીપીણીનું વિશેષ યોગદાન હોય છે. યૂરિનમાં બળતરા થવા પર ડાયેટમાં કઇ વસ્તુઓ સામેલ કરવી જોઇએ? ચાલો તેના વિશે જાણીએ…

પ્લાન્ટ બેઝ્ડ ડાયેટ લેવુ જરૂરી

યૂરિનમાં બળતરા અથવા યૂરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનને ઘટાડવામાં પ્લાન્ટ બેઝ્ડ ડાયેટ લેવુ જોઇએ. વેજિટેરિયન ડાયેટ યૂટીઆઇના ખતરાને ઓછુ કરવામાં મદદ કરી શકે છે. પ્લાન્ટ બેઝ્ડ ડાયેટનું સેવન કરવાથી પેટમાં ઓછુ એસિડ બને છે જે યૂરિનમાં થતી બળતરાને ઓછી કરી શકે છે. બળતરાને ઓછી કરવા માટે સંતરા, ક્રેનબેરી, સ્ટ્રોબેરી અને બેરીઝ જેવા ફ્રૂટ્સ ડાયેટમાં સામેલ કરી શકાય છે. સિટ્રસ ફ્રૂટ્સ યૂટીઆઇમાં લાભકારક છે.

કરો દહીંનું સેવન

આ બળતરાને ઓછી કરવા માટે દહીંનું સેવન કરી શકાય છે. દહીં પ્રોબાયોટિક્સનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. તે શરીરમાં હાજર ખરાબ બેક્ટેરિયાને મારવામાં મદદ કરે છે અને ડાયજેસ્ટિવ સિસ્ટમને પણ મજબૂત કરી શકે છે.

વધુ પાણીનું સેવન

કિડનીને લગતી કોઇપણ બીમારીને દૂર કરવામાં પાણી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. યૂરિનમાં બળતરા થવા પર વધુ પાણી અથવા ડ્રિંક્સનું સેવન કરી શકો છો. વધુ પાણી પીવાથી કિડની સુચારુ રૂપે કામ કરે છે અને શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરી શકે છે.

વિટામીન સી

વિટામીન સી હાનિકારક બેક્ટેરિયા રોકવાનું કામ કરે છે. વિટામીન સી એન્ટીઓક્ટિડેંટથી ભરપૂર હોય છે જે ઇન્ફેક્શનને ઓછુ કરવામાં લાભકારક બની શકે છે. વિટામીન સીને ડાયેટમાં સામેલ કરવાથી પેટના વિકાર પણ ઘટાડી શકાય છે. વિટામીન સી ફ્રૂટ્સ, વેજિટેબલ અને સપ્લીમેંટ્સના માધ્યમથી લઇ શકાય છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles