fbpx
Friday, April 26, 2024

આ ઘરગથ્થુ ઉપાયોથી 2 દિવસમાં ફાટી ગયેલી એડી થઈ જશે નરમ, જાણો આ અસરકારક ઉપાયો

બદલાતી ઋતુની સૌથી મોટી અસર હેલ્થ અને સ્કિન પર થતી હોય છે. વાતાવરણમાં બદલાવ આવવાને કારણે સ્કિન ફાટવા લાગે છે અને સાથે ડ્રાય પણ થઇ જાય છે. ખાસ કરીને આ સિઝનમાં પગના તળિયામાં વાઢિયા, ચીરા તેમજ બીજી અનેક પ્રકારની સમસ્યાઓ થતી હોય છે. પગમાં આ તકલીફ થવાને કારણે ચંપલ પહેરવામાં પણ તકલીફ થતી હોય છે. આ સાથે જ ચાલવામાં પણ પ્રોબ્લેમ્સ થતા હોય છે. આમ, જો તમારા પગના તળિયામાં આ સમસ્યા થાય છે તો તમારા માટે આ ઘરેલું ઉપાયો સૌથી બેસ્ટ છે. તમે આ ઉપાયોથી તમારા પગની સ્કિનની કેર કરી શકો છો. તો જાણો આ ઉપાયો વિશે..

નારિયેળ તેલ

નારિયેળ તેલ સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરે છે. આ માટે તમે રોજ રાત્રે પગના તળિયા પર નારિયેળ તેલથી માલિશ કરો. આ નારિયેળ તેલને તમારે હળવું ગરમ કરવાનું રહેશે. નારિયેળ તેલથી ફાટેલી એડીઓ પર માલિશ કરો છો તો તમને રાહત થાય છે. નારિયેળ તેલ લગાવ્યા પછી મોજા પહેરીને સુઇ જવું.

કેળા અને એવોકાડો ફ્રુટ માસ્ક

એવાકાડોમાં વિટામીન ઇનું પ્રમાણ સારું હોય છે. વિટામીન ઇની ઉણપથી એડિઓ ફાટવા લાગે છે. આ સિવાય ઓમેગા ફેટી એસિડ અને વિટામીન એ મળે છે. જ્યારે કેળા સ્કિનને મોઇસ્યુરાઇઝ કરવાનું કામ કરે છે. આ માસ્ક બનાવવા માટે એક કેળુ અને એવાકાડો લઇને બ્લેન્ડ કરી લો.

હવે આ મિશ્રણને એડીઓ પર લગાવોફાટેલી. ત્યારબાદ 15 થી 20 મિનિટ આ મિશ્રણને રહેવા દો અને પછી હુંફાળા પાણીથી પગ ધોઇ લો. આ પ્રયોગ તમારે રોજ કરવાનો રહેશે. આમ કરવાથી તમારા પગની સ્કિન કોમળ થાય છે અને સાથે ફાટેલી એડીઓ રિપેર પણ થઇ જાય છે.

શિયા બટર

શિયા બટરમાં ફેટ રિચ હોય છે. આ સાથે જ શિયા બટરમાં અનેક પ્રકારના વિટામીન્સ હોય છે, જે સ્કિનને સોફ્ટ બનાવવાનું કામ કરે છે.

શિયા બટરમાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી અને હીલિંગ પ્રોપર્ટીઝ હોય છે. શિયા બટરમાં રહેલા ગુણો ક્રેક હિલ્સને રિપેર કરવાનું કામ કરે છે. આમ તમે પગના તળિયા પર શિયા બટર લગાવો અને પછી મોજા પહેરી લો.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles