fbpx
Friday, April 26, 2024

ઉંદરોને માર્યા વિના છૂટકારો મેળવવા માંગો છો? તેથી આનાથી સારો કોઈ રસ્તો નથી, ઉંદર તેની પૂંછડી ઉપર રાખીને ભાગશે

ચોમાસાની ઋતુમાં જીવજંતુનો ત્રાસ ખુબ વધી જાય છે, ખાસ કરીને ઉંદર, એક વાર ઘરમાં ઉંદર આવી જાય પછી, ઘરમાં નુક્સાન કરે છે. ખાસ કરીને ઘરની વસ્તુઓ કારતરવી, અનાજ કે ખોરાકને નુકસાન કરી ત્રાહિત કરી નાખે છે. જો સમયસર ઉંદરને ભગાડવામાં ન આવે તો તેઓ તમારા ઘરમાં પોતાનું ઘર બનાવી લેશે.

અહીં કેટલાક એવા ઘરેલું ઉપાય અને ટિપ્સ છે, જેની મદદથી તમે આ ઉંદરોને માર્યા વિના ઘરની બહાર ભગાડી શકો છો.

ઉંદરોને માર્યા વિના ઘરેથી છુટકારો મેળવવાની રીતો તેમને માર્યા વિના ઉંદરોથી છુટકારો મેળવવો

ડુંગળીની ગંધ

ડુંગળીમાંથી નીકળતી ગંધ એટલી તીવ્ર હોય છે કે જેના કારણે ઉંદરો ભાગી જાય છે. તમે ડુંગળીનો રસ અથવા ડુંગળી કાપીને ઘરમાં એવી જગ્યાએ રાખવામાં જ્યાં ઉંદરોની અવરજવર વધુ હોય. ધ્યાનમાં રાખો કે તમારા ઘરના જાનવરોએ આ ડુંગળીથી દૂર રહેવું જોઈએ કારણ કે તે તેમના માટે પણ આ જોખમી સાબિત થઈ શકે છે.

લાલ મરચું પાવડર

લાલ મરચાનો પાવડર પ્રાણીઓને ભગાડે છે, તો ઉંદર તેનાથી કેવી રીતે બચી શકશે? ઘરમાંથી ઉંદરોથી છુટકારો મેળવવા માટે આ નુસ્ખા અપનાવો. ઘરના દરવાજા પાસે અને કિચન કાઉન્ટર અને જમીનની કિનારીઓ પર લાલ મરચાનો પાવડર છાંટો. આ સ્થળોએ ઉંદર સૌથી વધુ દેખાય છે અને આ છંટકાવથી ઉંદર થઇ જશે ગાયબ.

લસણ પાણી

એક ગ્લાસ પાણીમાં લસણને છીણીને સારી રીતે મિક્સ કરો. જ્યાં ઉંદરો ફરે છે ત્યાં આ પાણીનો છંટકાવ કરો. ઉંદર લસણથી ભાગી જાય છે. આ મિશ્રણને વધુ અસરકારક બનાવવા માટે, તમે તેમાં થોડી લવિંગ ઉમેરી શકો છો.

લવિંગ તેલ

લવિંગનું તેલ નાના ઉંદરોને ભગાડવાનું કામ કરે છે. તેના ઉપયોગ માટે, થોડા લવિંગ મલમલના કપડામાં બાંધી દો અને તેને ઉંદરોના અવરજવર વાળી જગ્યાએ મુકો. જેના કારણે ઉંદરો પણ ભાગી જશે અને પોતાની જગ્યા પર પાછા ફરતા ડરશે.

(નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે અમે પણ સંમત જ છે તેમ માનવું નહી)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles