fbpx
Friday, April 26, 2024

આ રીતે તપાસો કે ઘી અસલી છે કે નકલી, આ 3 રીતો તમારા માટે બેસ્ટ છે

આજકાલ માર્કેટમાં અનેક વસ્તુઓ ભેળસેળથી બનતી હોય છે. આ સાથે જ બજારમાં ઘણી બધી વસ્તુઓ ભેળસેળ વાળી મળતી હોય છે. મોંઘી વસ્તુ સારી હોય એવું જરા પણ હવે રહ્યું નથી. એમાં પણ ખાસ કરીને ઘણી બધી વસ્તુઓ એવી હોય છે જેમાં તમને કોઇ ભેળસેળ કરીને આપે છે તો તમને કોઇ વાતની જાણ થતી નથી અને તમે વધારે પૈસા ખર્ચીને આવો છો. આવી જ એક વાત ઘીની કરીએ તો ઘીમાં આજકાલ ભેળસેળ કરવામાં આવે છે. પરંતુ આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ બતાવીશું જે પરથી તમે જાણી શકો છો કે તમે જે ઘી લાવો છો એ અસલી છે કે નહીં.

  • ઘી અસલી છે કે નહીં એ વાત જાણવા માટે તમે સૌ થી પહેલા એક બાઉલ લો. હવે આ બાઉલમાં તમે જે ઘી ખરીદીને લાવ્યા છો એમાંથી 4 થી 5 ચમચી લો અને ધીમા ગેસે ગરમ થવા માટે મુકો. હવે આ ધીને તમે ચોવીસ કલાક સુધી એ જ વાસણમાં મુકી રાખો. ત્યારબાદ જો આ ઘીમાંથી કોઇ પણ પ્રકારની સુગંધ આવતી નથી તો તમે સમજી લો કે ઘી નકલી છે.
  • તમે ઘીને ચેક કરવા માટે મીઠાનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તમે એક વાસણમાં ઘી લો અને એમાં અડઘી ચમચી મીઠું નાંખો. મીઠું નાંખ્યા પછી આમાં એક ચપટી હાઇડ્રોક્લોરિક એસિડ એડ કરો. હવે આ ઘીને 25 મિનિટ માટે સાઇડમાં મુકી દો. ત્યારબાદ ઘીનો રંગ જો બદલાઇ જાય છે તો ઘી નકલી છે, પરંતુ જો ઘીનો રંગ કોઇ બદલાતો નથી તો સમજી લો કે ઘી અસલી છે. મીઠાનો આ પ્રયોગ તમારા માટે સૌથી બેસ્ટ છે.
  • ત્રીજો ઉપાય એ છે કે તમે એક ગ્લાસમાં પાણી લો અને એમાં આ પાણીમાં એક ચમચી ઘી નાંખો. હવે આ પાણી પર તમને ઘી તરતું જોવા મળતુ નથી તો સમજી લો કે તમે છેતરાઇ ગયા છો, એટલે કે ઘી નકલી છે. આમ જો પાણીમાં ઘી તરે છે તો ઘી અસલી છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles