fbpx
Friday, April 26, 2024

પુરુષોના સ્વાસ્થ્ય માટે જરૂરી છે આ 5 ફૂડ્સ, દૂર થશે આ બીમારીઓ

આપણા સમાજમાં પુરુષોને અનેક જવાબદારીઓ ઉઠાવી પડે છે. અને ભાગદોડવાળી લાઈફમાં તેઓ પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન નથી રાખી શકતા. ઓફિસ અને પરિવારનું ધ્યાન રાખતા રાખતા ઘણી બિમારીઓ અને સમસ્યાઓનો શિકાર બને છે. જેના કારણે આજકાલ ઓછી ઉંમરમાં જ લોકોને નબળાઇ અને થાકનો સામનો કરવો પડે છે. તેવામાં પુરુષોએ ખાણીપીણીનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, કયા કયા ફૂડ્સ પુરુષોના સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

ડ્રાય ફ્રૂટ્સઃ
ડ્રાય ફ્રૂટ્સમાં પ્રોટીન, ફાઈબર સહિતની હેલ્દી હોય છે, જે શરીરને મજબૂત બનાવવા અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવાનું કામ કરે છે. તમે તમારા રોજિંદા આહારમાં બદામ, અખરોટ, પિસ્તા અને કાજુ જેવી વસ્તુઓનો સમાવેશ કરી શકો છો.

ઈંડાઃ
ઇંડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, તેથી જ મોટાભાગના ડાયટિશિયન તેને નાસ્તામાં ખાવાની સલાહ આપે છે. આ સુપરફૂડમાં પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, વિટામિન બી, વિટામિન ડી અને લ્યુટીન મળી આવે છે જે પુરુષોના શરીરને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

ફળ અને શાકભાજીઃ
ફળો અને શાકભાજીને હેલ્દી ફૂડ આઈટમ્સની કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આમાં વિટામીન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે અને કેલરી પણ પૂરતી હોય છે. આ માત્ર રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, પરંતુ ખરાબ કોલેસ્ટ્રોલનું જોખમ પણ ઘટાડે છે.

મિલ્ક પ્રોડક્ટઃ
દૂધમાં લગભગ તમામ પ્રકારના પોષક તત્વો મળી આવે છે, તેથી જ તેને કમ્પલીટ ફૂડનો દરજ્જો આપવામાં આવે છે. દૂધ અને તેની બનાવટો પુરુષના શરીરને મજબૂત બનાવે છે. આ સાથે દહીંમાં સારા બેક્ટેરિયા હોય છે જે પેટ અને આંતરડાને સ્વસ્થ રાખે છે.

ફૈટી ફિશઃ
આજકાલ ઘણા પુરુષો હૃદય સંબંધિત બીમારીઓનો શિકાર બની રહ્યા છે. તેનાથી બચવા માટે તમારે તમારા નિયમિત આહારમાં ચરબીયુક્ત માછલીનો સમાવેશ કરવો જોઈએ. તેમાં ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles