fbpx
Saturday, April 27, 2024

સ્વપ્નમાં પૂજન કરતા જોવું શુભ કે અશુભ, જાણો..

સપના દિમાગની અલગ- અલગ સ્થિતીથી આપણને માહિતગાર કરે છે. લગભગ દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં સપના જોયા હશે, સુતી વખતે આંખોની રેપીડ આઇ મુવમેન્ટને કારણે સપના આવે છે. સ્વપ્નશાસ્ત્ર કહે છે કે દરેક સપના તમને તમારા ભવિષ્ય અંગે માહિતગાર કરે છે. તે પછી સારા પણ હોય શકે અને ખરાબ પણ.

આજે અમે તમને આવા જ એક સ્વપ્ન વિશે વાત કરવા જઇ રહ્યા છીએ. કોઇ વ્યક્તિ જો સપનામાં પોતાને પૂજા કરતો જુએ તો આવા સ્વપ્નનું શું ફળીભુત કરી શકાય ? આવો જાણીએ આ સપના વિશે.

સપનામાં પોતાને પૂજા કરવા જોવુ શુભ

સ્વપ્નશાસ્ત્ર કહે છે કે જો કોઇ વ્યક્તિ પોતાને ભગવાનની પૂજા કરતા જુએ છે તો તેને શુભ માનવામાં આવે છે. માણસ પોતાને ભગવાનની સેવા પૂજા કરતા સ્વપ્ન જુએ તો એ શુભ ગણી શકાય કારણ કે આવા ધાર્મિક સ્વપ્ન તમને આવનારા સમયમાં લાભ આપી શકે છે.

ભવિષ્યમાં કષ્ટ દૂર થવાના મળે છે સંકેત

સપનામાં પોતાને પૂજા કરતા જોવાનો મતલબ એ છે કે માણસના પોતાના કષ્ટ દુર થઇ શકે છે. સાથે જ જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થશે. આવા સપના જીવનમાં શુભ યોગ બનાવે છે. આવા સપના કોઇ મનોકામના પૂર્ણ થવાના પણ સંકેત આપી રહ્યા છે.

ક્યા સમયે આવેલા સપના સાચા પડવાની સંભાવના વધારે છે

સ્વપ્ન વિજ્ઞાન અનુસાર, રાત્રિના પ્રથમ પ્રહરમાં એટલે કે 1 થી 2 વાગ્યાની વચ્ચે જોયેલા સપનાનું ફળ સામાન્ય રીતે એક વર્ષમાં મળી જાય છે. એવું માનવામાં આવે છે કે રાત્રિના બીજા પ્રહરમાં એટલે કે 3 થી 4 વાગ્યાની વચ્ચે જે દેખાય છે તે ઘણીવાર સાચા હોય છે. સપનાશાસ્ત્ર અનુસાર આ સમયમાં જોયેલા સપનાનું પરિણામ 6 મહિનામાં મળી જાય છે.

સ્વપ્નશાસ્ત્ર અનુસાર, રાત્રિના ત્રીજા પ્રહરમાં એટલે કે 4 થી 5 વાગ્યાની વચ્ચે જોયેલા સપના ઘણીવાર સાકાર થાય છે. શાસ્ત્રોમાં આ સમયને અમૃત બેલા, ચંદ્રબેલા અને બ્રહ્મ મુહૂર્ત તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે આ સમય દરમિયાન પૃથ્વીની વસ્તુઓ પર દૈવી શક્તિઓનો પ્રભાવ પડે છે. આવા સપનાનું ફળ તમને 3 મહિનામાં મળે છે.

રાત્રિના ચોથા પ્રહરમાં એટલે કે 5 થી 6 વાગ્યાની વચ્ચે જોયેલા સપનાનું ફળ એક મહિનામાં મળે છે. આ એ સમય છે જ્યારે રાત પૂરી થવામાં છે. તેથી જ તેને સવારનું સ્વપ્ન પણ કહેવામાં આવે છે. જો તમને આ સમયે કોઈ સપનું આવે તો તેનું ફળ તમને જલ્દી મળી શકે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles