fbpx
Saturday, April 27, 2024

આમળાની આ વાનગીઓ ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે.

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આમળાનુ સેવન કરવુ ખૂબ જ લાભદાયક છે, માટે આમળાનુ સેવન કરવું જોઈએ. તો આજે આપણે આમળાની કેટલીક હેલ્ધી રેસિપી જાણીશું. જેનુ સેવન કરવાથી તમને તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવામાં મદદરુપ થઈ શકે છે.

આમળાના લાડુ

સામગ્રી

આમળા – 20 અથવા 500 ગ્રામ (છીણેલા)

ખજૂર – 10 (બીજ કાઢી નાખેલ)

તલ – 1 ચમચી

અળસી – 1 ચમચી (વાટેલી)

એલચી પાવડર – 1/4 ચમચી

આમળાના લાડુ બનાવવાની રીત

સૌથી પહેલા આમળાને સ્વચ્છ પાણીથી ધોઈને સૂકવી લો. સૂકાયેલા આમળાને પાણીથી ધોઈને પીસી નાખો. હવે તેમા ખજૂરની પેસ્ટ, ઈલાયચી પાવડર ,અળસીના બીજ અને તલનો પાવડર નાખી તેને મિક્સ કરી લો અને તેને લાડુનો આકાર આપીને લાડુ બનાવી દો. આ લાડુ ખાવાથી જો શરીરમા વિટામિન સી અને આયરનની ઉણપ હોય તો તેને દૂર કરે છે. ફીડીંગ કરાવતી મહિલાઓ માટે તે કારગર સાબિત થાય છે.

2. આમળાની ચટણી

સામગ્રીઃ

આમળાનો પલ્પ – એક કપ

ગોળ પાવડર – 5 ચમચી

જીરું પાવડર – 1 ચમચી

સ્વાદ અનુસાર કાળું મીઠું.

આમળાની ચટણી બનાવવાની રીત

આમળાને સારી રીતે ધોઈને આમળાને નરમ થાય ત્ચાં સુધી ઉકાળી લો. આમળાના ટુકડા કરીને તેનો પલ્પ બનાવી લો અને બીજી તરફ પેનમાં પાણી, ગોળ અને આમળાનો પલ્પ મિક્સ કરો. આ મિશ્રણને થોડી વાર ઉકળવા દો. થોડી વારમાં તમારી આમળાની ચટણી તૈયાર થઈ જશે છે. આ ચટણીને તમે સ્પ્રાઉટ્સ, ભેળ અથવા આલુ ટિક્કીમાં સર્વ કરી શકો છો. આ ચટણી ખાવાથી તમારા સ્વાસ્થ્યમા વિશેષ લાભ થાય છે. તેમાં વિટામિન સી છે, જે સરળતાથી રોગપ્રતિકારક શક્તિને વધારી શકે છે. આ ચટણી ખાવાથી ગર્ભાવસ્થામાં ફોલિક એસિડની ઉણપને દૂર કરવા માટે તેનું સેવન કરી શકાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ લો. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles