fbpx
Thursday, May 9, 2024

સોમનાથ મંદિરમાં એવા પથ્થરો છે જે સોનામાં ફેરવવાની ક્ષમતા ધરાવે છે

ગુજરાતના સોમનાથ મંદિર 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે. લોકો સોમનાથ મંદિરમા દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી આવે છે. ભગવાન શિવનુ આ મંદિર દરિયાકિનારે આવેલુ છે. આ મંદિર વિશે જાણો વિશેષ માહિતી.

સોમનાથ મંદિર ગુજરામા આવેલું પ્રસિધ્ધ મંદિર છે. સોમનાથ મંદિરમાં શંકર ભગવાનનુ શિવલિંગ છે. સોમનાથ મંદિર 12 જ્યોતિર્લિંગો માંથી એક છે. આ શંકર ભગવાનનુ એક એવું મંદિર છે, જયા દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે.

સોમનાથના આ પૌરાણિક મંદિરને ઈતિહાસમાં ઘણી વખત તોડવામાં આવ્યું હતું, પરંતુ દરેક વખતે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામા આવ્યો હતો. લોકોનુ એવુ માનવુ છે કે આ મંદિરનો સંબંધ ચંદ્રદેવની સાથે જોડાયેલો છે. આ મંદિરનુ શરુઆતનુ માળખું સૌથી પહેલા ચંદ્રદેવ દ્વારા બનાવવામાં આવ્યું હતું.

ઈતિહાસમા જણાવ્યા મુજબ આ મંદિર લાખો વર્ષ પહેલાનુ છે અને આ મંદિર પર અનેક વાર હુમલા થયાનુ સામે આવેલ છે.

સોમનાથ મંદિર પર 1024માં મહમૂદ ગઝનીએ, 1296માં ખિલજીની સેનાએ, 1375માં મુઝફ્ફર શાહે અને 1665માં ઔરંગઝેબે નષ્ટ કર્યું હતું. આ રીતે સોમનાથ મંદિર પર લગભગ 15થી પણ વધુ વખત હુમલા થયા હોવાનુ માનવામા આવે છે.

લોક માન્યતા અનુસાર એવુ માનવામા આવે છે કે આ મંદિરમા પ્રસિદ્ધ સ્યામંતક રત્ન સોમનાથ મંદિરમાં બિરાજમાન ભગવાન શિવના શિવલિંગના પોલાણમાં સુરક્ષિત રીતે છુપાયેલું છે અને લોકો એવુ માને છે કે આ પથ્થરમાં સોનું પેદા કરવાની ક્ષમતા છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles