fbpx
Thursday, May 2, 2024

હળદર પણ જોખમી બની શકે છે! તેને તમારા રોજિંદા આહારમાં ઉમેરતા પહેલા યોગ્ય માત્રા જાણો

હળદરને ભારતીય કિચનનો સૌથી મનપસંદ મસાલો કહીએ તો કદાચ ખોટું નહીં કહેવાય, મોટાભાગની શાકભાજી અને મસાલેદાર વ્યંજનોમાં તેનો ઉપયોગ જરુર થાય છે. તેના ફાયદાથી આપણે તમામ લોકો પરિચિત છીએ. હળદર આપણી ત્વચાને ખૂબ જ ફાયદો પહોંચાડે છે, તેથી ઘણી બ્યૂટી પ્રોડક્ટમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. હળદરને એક આયુર્વેદિક ઔષધિ પણ ગણવામાંઆવે છે. મોટાભાગે ઈજા થવા પર હળદરનો લેપ લગાવવામાં આવે છે. પરંતુ, એવો દાવો કરવામાં આવે છે કે તેનો ઉપયોગ સિમીત માત્રામાં જ કરવો જોઈએ.

કેટલી માત્રામાં હળદર લેવાથી નથી થતું નુકસાન?

હળદરમાં એન્ટી ઈમ્ફેલેમેટરી અને એન્ટી ઓક્સિડેન્ટ પ્રોપર્ટીઝ જોવા મળે છે જેના દ્વારા તમારી ઘણી બીમારી સામે તમને રક્ષણ મળે છે, પરંતુ તેનુ વધુ પડતુ સેવન પેટથી જોડાયેલી સમસ્યા પણ ઉભી કરી શકે છે. એક હેલ્ધી એડલ્ટે રોજની એક ચમચીથી વધારે હળદરનું સેવન ના કરવું જોઈએ.

આ વાતમાં કોઈ શક નથી કે હળદરમાં ઔષધીય ગુણ હાજર હોય છે, પરંતુ કોઈપણ વસ્તુનું વધુ પડતુ સેવન નુકસાન જ પહોંચાડે છે. ચાલો જાણીએ શા માટે હળદરનું વધુ પડતું સેવન ના કરવું જોઈએ.

વધુ હળદર ખાવાના નુકસાન

કિડની સ્ટોન

હળદરનું વધુ પડતું સેવન કિડનીમાં સમસ્યા ઉભી કરી શકે છે, કારણકે આ મસાલામાં ઓક્સલેટ નામનો પદાર્થ મળી આવે છે. જે શરીરમાં કેલ્શિયમને ઓગળવામાં અવરોધ પેદા કરે છે અને પછી તે સખત થઈ જાય છે, જે કિડની સ્ટોનની પરેશાનીને વધારી શકે છે.

હળદરમાં કરક્યૂમિક નામનો પદાર્થ જોવા મળે છે જે પાચનક્રિયામાં તકલીફ ઉભી કરે છે. પેટમાં ગડબડ તવા પર ઉલટી અને ઝાડાં જેવી સમસ્યા થઈ શકે છે. તેથી હળદરમે લિમીટમાં જ ખાવી જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ લો. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles