fbpx
Monday, May 20, 2024

રવિવારે આ કામ કરવાથી પરિવારમાં મુશ્કેલી આવે છે અને ઘરમાં રહે છે દરિદ્રતા

સનાતન ધર્મમાં દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત માનવામાં આવ્યો છે. આવી જ રીતે રવિવારનો દિવસ ગ્રહોના રાજા સૂર્યદેવને સમર્પિત છે. માન્યતા છે કે જે વ્યક્તિ ઉપર સૂર્યદેવની કૃપા હોય તે હંમેશા નીરોગી રહે છે અને જીવનમાં કીર્તિ પ્રાપ્ત કરે છે. સૂર્યદેવના આશીર્વાદ હોય તો જ વ્યક્તિ પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે. તેવામાં સૂર્યદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે કે લોકોએ રવિવારે કેટલાક કામ કરવાનું ટાળવું જોઈએ. રવિવારે આ કામ કરવાથી પરિવાર પર સંકટ આવે છે અને ઘરમાં દરીદ્રતા રહે છે. 

જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે કે રવિવારના દિવસે માંસ અને મદીરાનું સેવન કરવું નહીં. સાથે જ શનિ સંબંધિત વસ્તુઓનું સેવન કરવાથી પણ બચવું જોઈએ. 

રવિવારના દિવસે પશ્ચિમ દિશામાં યાત્રા કરવાનું પણ વર્જિત માનવામાં આવ્યું છે. આ દિશામાં શૂલ હોય છે. તેવામાં આ દિશામાં રવિવારે યાત્રા કરવાથી વ્યક્તિ સાથે અનિષ્ટ થાય તેવી આશંકા રહે છે. જો યાત્રા કરવી ફરજિયાત હોય તો ઘરમાંથી ઘી અને દલીયા ખાઈને નીકળવું.

રવિવારના દિવસે કાળા, બ્લુ કે કથ્થઈ રંગના કપડા પહેરવા નહીં. આ રંગ કેવો છે જે નકારાત્મક ઊર્જાને આકર્ષિત કરે છે અને તેના કારણે ઘરમાં બીમારી અને ગરીબી આવે છે. 

વિધવા નું કહેવું છે કે રવિવારના દિવસે ભોજન સૂર્યાસ્ત થાય તે પહેલા કરી લેવું જોઈએ. સાથે જ ભોજનમાં નમકનો ઉપયોગ ન કરવો. આમ કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે. 

શાસ્ત્રોમાં કહેવાયું છે કે રવિવારના દિવસે સૂર્ય સંબંધિત કોઈ પણ વસ્તુ વેંચવી જોઈએ નહીં. તેનાથી જીવનમાં દુર્ભાગ્ય આવે છે. સાથે જ તાંબાથી બનેલી કોઈ વસ્તુ ઘરમાંથી રવિવારના દિવસે કાઢવી જોઈએ નહીં.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles