fbpx
Tuesday, May 21, 2024

આજે અક્ષય તૃતીયાએ આ રાશિના લોકોનું ભાગ્ય સોનાની જેમ ચમકશે

વૈશાખ મહિનાની ત્રીજની તિથિ અક્ષય તૃતીયા તરીકે ઉજવાય છે. આ દિવસને અખાત્રીજ તરીકે પણ કેટલીક જગ્યાએ ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મમાં અક્ષય તૃતીયાને શુભ માનવામાં આવે છે. આ દિવસે કોઈપણ શુભ કાર્ય કરવાથી તેનું અક્ષય ફળ મળે છે. આ દિવસને વણજોયું મુહૂર્ત કહેવામાં આવે છે. આ દિવસે સોના, ચાંદીની ખરીદીથી લઈને નવા કામની શરુઆત કરવામાં આવે છે. 

આ વર્ષે અક્ષય તૃતીયા 10 મે અને શુક્રવારે ઉજવાઈ રહી છે. આજે માતા લક્ષ્મીની પૂજા કરવી શુભ ગણાય છે. આ સિવાય આ દિવસ દાન કરવા માટે પણ શુભ છે. અક્ષય તૃતીયા પર આ વર્ષે 5 શુભ યોગ બની રહ્યા છે. 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અક્ષય તૃતીયાના દિવસે બુધાદિત્ય યોગ, ગજકેસરી યોગ, શુક્રાદિત્ય યોગ, માલવ્ય યોગ અને શશ રાજયોગ બની રહ્યો છે. અક્ષય તૃતીયાના દિવસે આ 5 યોગ બનવા તે અતિ શુભ સંકેત છે. આ 5 મહાયોગ અને અક્ષય તૃતીયાનો દિવસ 3 રાશિના લોકોનું ભાગ્ય ચમકાવી દેશે. 

આ રાશિઓ માટે શુભ છે અક્ષય તૃતીયા

મેષ

બુધાદિત્ય રાજયોગ, શુક્રાદિત્ય યોગ, શશ યોગ અને લક્ષ્મી નારાયણ યોગ આ રાશિના લોકોને શુભ ફળ આપશે. આ રાશિના લોકોના બધા જ કામ પૂર્ણ થશે. ધનમાં વધારો થશે. દરેક કામમાં સફળતા મળશે. વેપારમાં નફો વધશે. જે લોકોનું કામ વિદેશ સંબંધિત છે તેમને જોરદાર નફો થશે. 

વૃષભ

વૃષભ રાશિ માટે પણ અક્ષય તૃતીયાનો દિવસ શુભ રહેશે. દરેક કામમાં ભાગ્ય સાથ આપશે. જીવનમાં સકારાત્મકતા વધશે. ભૌતિક સુખ-સુવિધા વધશે. કારર્કિદીમાં પ્રગતિ થશે. નવી તકનો લાભ લેવો. માન-સન્માન વધશે. ઘરમાં સંપત્તિ ખરીદવાના યોગ બનશે. 

કન્યા

કન્યા રાશિ માટે પણ અક્ષય તૃતીયાના પંચ મહાયોગ વરદાન સમાન સાબિત થશે. આ રાશિના લોકોનું ભાગ્ય સોનાની જેમ ચમકશે. નવી નોકરી મળી શકે છે. વેપાર પણ સારો ચાલશે. સંપત્તિમાં રોકાણ કરવાથી લાભ થશે. અંગત જીવન સારું રહેશે. 

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles