fbpx
Tuesday, May 21, 2024

વારંવાર હાથ-પગમાં ખાલી ચડી જાય છે, તો અપનાવો આ ઘરેલું ઉપચાર

મોટાભાગના લોકો ખાલી ચડવાની સમસ્યાને અવગણે છે અને ફરીથી તેમના કામમાં વ્યસ્ત થઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે હાથ-પગમાં ખાલી ચડવાની સમસ્યાને અવગણવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. ત્યારે આ ખાલી ચડવા પાછળનું કારણ શું છે ચાલો જાણીએ…

ઘણી વખત એવું બને છે કે હાથ કે પછી પગમાં ખાલી ચડી જાય છે. તે સમયે પગ કે હાથ સુન પડી જાય છે અને તે હોય જ નહી તેવો અનુભવ થાય છે.

આ સમયે જો હાથ અને પગને હલાવા કે ખસેડવામાં આવે તો કઈ અનુભવ થતો નથી અને હાથ કે પગને જલદી ખસેડી સકાતો નથી. જો કે, મોટાભાગના લોકો ખાલી ચડવાની સમસ્યાને અવગણે છે અને ફરીથી તેમના કામમાં વ્યસ્ત થઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે હાથ-પગમાં ખાલી ચડવાની સમસ્યાને અવગણવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.

ખાલી ચડવા પાછળનું કારણ શું છે તે તમને જણાવી દઈએ તો શરીરની નબળાઈ, વીટામિન અને લોહીની ઉણપ સાથે લોહીનું શરીરમાં પરીભ્રમણ અને આ સાથે શરીરમાં થાકની સહિત અનેક કારણો જવાબદાર છે ત્યારે આ સમસ્યાથી રાહત મેળવવા આ ઘરેલુ ઉપચાર કરી શકો છો જે તમારા હાથ અને પગમાં ખાલી ચડી જવાની સમસ્યાને દૂર કરી દેશે.

હળદરવાળું દૂધ પીવો : કોરોના વાયરસના પ્રકોપથી પોતાને બચાવવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લોકોએ થોડા સમયથી હળદરવાળા દૂધનું વધુ સેવન કરવાનું શરૂ કર્યું છે. પરંતુ શું તમે જાણો છો કે હળદરવાળું દૂધ તમારા ખાલી ચડી જવાની સમસ્યાને દૂર કરવામાં પણ અસરકારક છે. હળદરવાળા દૂધમાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે. તે શરીરમાં લોહીનું પરિભ્રમણ કરવામાં મદદ કરે છે. જેના કારણે લોહીનો પ્રવાહ નસોમાં હંમેશા રહે છે.

તજ અસરકારક : તજ શરીરમાં ખાલી ચડવાની સંવેદનાને દૂર કરવામાં અસરકારક છે. તેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે જે શરીરમાં લોહીના પ્રવાહને વધારવામાં મદદ કરે છે. જેના કારણે શરીરનો કોઈ પણ ભાગ સુન્ન થવાની સંભાવના ઘટી જાય છે.

દરરોજ યોગ કરો : યોગ દ્વારા શરીરમાં લોહીનો પ્રવાહ પણ સારો રહે છે. આથી શરીરના કોઈ ભાગમાં ખાલી ચડી જવાની સમસ્યાથી રાહત મળે છે.

આ રીતે હૂંફાળા પાણીનો ઉપયોગ કરો : જો તમારા હાથ કે પગમાં ખાલી ચડી ગઈ હોય અને તે સુન્ન થઈ ગયો હોય તો તેને હુંફાળા પાણીમાં લગભગ 2 થી 5 મિનિટ રાખો. આમ કરવાથી તમને તરત જ રાહત મળશે.

યોગ્ય આહાર લો : શરીરમાં મોટા ભાગે ખાલી ચડી જવાની સમસ્યા પણ આહાર યોગ્ય ન હોવાને કારણે થાય છે. આ વિટામિન બી અને ડી કોમ્પ્લેક્સ, મેગ્નેશિયમ અને પ્રોટીન અને આયર્નની ઉણપને કારણે છે. આથી એવી વસ્તુઓ ખાવ કે જેથી તમને ભરપુર વિટામીન મળી રહે તેના માટે મુઠ્ઠીભર ડ્રાયફ્રુટ, સિઝનલ ફ્રુટ અને શાકભાજી સહિત મકાઈ, બાજરી જવ જેવા અનાજ પણ ફાયદા કારક છે તે શરીરની નબડાઈ પણ દૂર કરે છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles