fbpx
Tuesday, April 30, 2024

પથરીના દર્દથી કંટાળી ગયા છો? તો આ ટિપ્સ ફોલો કરો અને તેનાથી છુટકારો મેળવો

અનેક લોકોને પથરી હોય છે. પથરી થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. ઘણાં લોકોને કિડનીમાં પથરી થતી હોય છે તો ઘણાં લોકોને શરીરના બીજા ભાગોમાં પથરી થતી હોય છે. પથરીની આ સમસ્યા વ્યક્તિને હેરાન કરીને મુકી દે છે. પથરીનો દુખાવો જ્યારે ઉપડે ત્યારે માણસ હેરાન થઇ જાય છે. પથરીનો દુખાવો ઘણી વાર એટલો બધો થતો હોય છે કે વ્યક્તિ માટે સહન કરવું અઘરું પડી જાય છે. પથરીને તમે કેટલાક ઘરેલું ઉપાયોથી સરળતાથી દૂર કરી શકો છો. આમ, જો તમને પણ પથરી છે તો આ ઘરેલું ઉપાયો તમારા માટે સૌથી બેસ્ટ છે. તો નજર કરી લો એક વાર આ ઉપાયો પર…

પાણી વધારે પીવો

તમને શરીર પથરી છે તો તમે બને એમ વધારેમાં વધારે પાણી પીવો. પાણી પીવાથી પથરી નાની હોય તો પેશાબ દ્રારા બહાર નિકળી જાય છે. જેમ તમે પાણી વધારે પીવો છો એમ પથરીને નિકળવામાં સરળતા રહે છે. ઘણાં લોકોને પથરી હોય તો પણ તેઓ બહુ ઓછુ પાણી પીતા હોય છે. જો તમે આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે.

ટામેટાનો જ્યૂસ પીવો

ટામેટાનો જ્યૂસ પીવાથી પથરી પેશાબ દ્રારા નિકળવાના ચાન્સિસ વધી જાય છે. આ માટે તમે ટામેટાને ધોઇ લો અને મિક્સરમાં એનો જ્યૂસ કાઢી લો. ત્યારબાદ આ જ્યૂસમાં તમે કાળા મરીનો પાવડર અને મીઠું નાંખો. હવે આ જ્યૂસ તમે પી લો. ધ્યાન રહે કે આ જ્યૂસ તમારે સવારના સમયમાં પીવાનો છે. બપોર પછી પીવાનો નથી. ટામેટામાં રહેલા ગુણો પથરીને નિકાળવામાં મદદ કરે છે.

તુલસીનો રસ

તુલસીના રસથી પથરી નિકળવામાં મદદ મળે છે. આ માટે તમે મિક્સરમાં તુલસી અને પાણી નાંખો. ત્યારબાદ આનો રસ કાઢી લો. હવે  રસ તમે રોજ સવારમાં પી લો. આમ કરવાથી પથરી પેશાબ દ્રારા નિકળી જાય છે.

આર્યુવેદિક દવા

પથરીને પેશાબ દ્રારા કાઢવા માટે તમે આર્યુવેદિક દવા પણ લઇ શકો છો. આ માટે તમે આર્યુવેદિક ડોક્ટરની મદદ પણ લઇ શકો છો. ઉપર જણાવેલા ઉપાયો ડોક્ટરને પૂછી લેવા અને પછી ઉપયોગ કરવો.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles