ફેસબુકની લત છોડાવવા માટે એક વ્યક્તિએ ગજબનો પ્રયોગ કર્યો.તેણે એક છોકરીને નોકરીએ રાખી.તેનું કામ એટલું જ હતું કે જો તે વ્યક્તિ ફેસબુક ખોલવાની કોશિશ કરે તો યુવતી તેને જોરથી થપ્પડ મારી દે.આ અનોખો પ્રયોગ કરનાર વ્યક્તિનું નામ છે મનીષ સેઠી.તે ભારતીય-અમેરિકન બિઝનેસમેન છે.તેણે જે છોકરીને નોકરીએ રાખી છે તેનું નામ કારા છે.
કારાને માત્ર થપ્પડ મારવાના દર કલાકના 600 રૂપિયા મળે છે.ભારતીય-અમેરિકન બ્લોગર અને બિઝનેસમેન મનીષ સેઠીએ પોતાની ઉત્પાદકતા વધારવા માટે આવુ કર્યું.સેઠીનું માનવું છે કે તે સોશિયલ મીડિયાના વ્યસની છે.તેનાથી તેમના કામ પર અસર થાય છે.ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્કે મનીષ સેઠીની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી.
આ ઘટનાને શેર કરતાં તેમણે એક ઈમોજી બનાવ્યું.અહેવાલ મુજબ,મનીષ સેઠીને ખબર પડી કે તે અઠવાડિયામાં લગભગ 30 કલાક ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા સાઇટ્સ પર વિતાવે છે.આ કારણે તેમને 38 % વધુ કામ કરવું પડે છે.કારાને નોકરીએ રાખ્યા પછી,સેઠીએ જણાવ્યું કે તેની ઉત્પાદકતા 98 % વધી છે.10 નવેમ્બરના રોજ,એક ટ્વિટર યુઝરે માઇક્રો-બ્લોગિંગ સાઇટ પર સેઠીની કહાની શેર કરી અને તે વાયરલ થઈ.