fbpx
Friday, April 26, 2024

નોકરી સાથે 1 લાખ રૂપિયામાં શરૂ કરો આ બિઝનેસ; થશે માસિક 40000થી વધુની વધારાની આવક, સરકાર કરશે 80% મદદ

આજે અમે તમને એક એવા બિઝનેસ આઈડિયા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનો ઉપયોગ કરીને તમે ઓછા રોકાણે સારો એવો નફાકારક વ્યવસાય શરુ કરી શકો છો. આજે અમે જે વસ્તુના વ્યવસાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે છે બિસ્કિટ. બિસ્કિટ એક એવી વસ્તુ છે કે, જેની બજારમાં માંગ ક્યારેય પણ ઘટતી નથી.

જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, લોકડાઉન દરમિયાન જ્યારે બધા જ ઉદ્યોગો ખરાબ રીતે પ્રભાવિત થયા હતા ત્યારે પાર્લેજી બિસ્કિટ એટલા વહેંચાયા કે, છેલ્લા 82 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. આવી સ્થિતિમાં હાલ વર્તમાન સમયમાં બેકરી પ્રોડક્ટ મેકિંગ યુનિટની સ્થાપના વધુ સારો વિકલ્પ બની શકે છે.

જો તમે બેકરી ઉદ્યોગ ખોલવા ઈચ્છો છો તો મોદી સરકાર પણ આ માટે તમારી મદદ કરશે. મુદ્રા યોજના હેઠળ વ્યવસાય શરૂ કરવા માટે તમારે માત્ર એક લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. કુલ ખર્ચના 80 ટકા સુધીનો ફંડ તમને સરકાર તરફથી સહાયરૂપે મળશે. આ માટે સરકારે પોતે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યો છે. આ વ્યવસાય શરુ કરીને તમે દર મહિને 40 હજાર રૂપિયાથી વધુનો નફો મેળવી શકો છો.

કેટલા રૂપિયાનો થશે ખર્ચ?

આ પ્રોજેક્ટ હેઠળ વ્યવસાય શરુ કરવા માટેનો કુલ ખર્ચ 5.36 લાખ રૂપિયા છે. આ કુલ ખર્ચમાંથી તમારે ફક્ત 1 લાખ રૂપિયાનું જ રોકાણ કરવું પડશે. જો તમને મુદ્રા યોજના હેઠળ પસંદ કરવામાં આવે છે તો તમને 2.87 લાખ રૂપિયાની ટર્મ લોન અને 1.49 લાખ રૂપિયાની વર્કિંગ કેપિટલ લોન મળશે.આ પ્રોજેક્ટ હેઠળ તમારી પાસે 500 ચોરસ મીટર સુધીની તમારી પોતાની જગ્યા હોવી જોઈએ. જો ના હોય તો રેન્ટ પર લઈને તમારી પ્રોજેક્ટ ફાઇલ સાથે બતાવવાની રહેશે.

કેટલો થશે ફાયદો ?

સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રોજેક્ટ રિપોર્ટ મુજબ કુલ વાર્ષિક ઉત્પાદન અને વેચાણનો અંદાજ કંઈક આ રીતે લગાવવામાં આવ્યો છે. આખા વર્ષ માટેના કાસ્ટ ઓફ પ્રોડક્શન પાછળ 4.26 લાખ રૂપિયા ખર્ચ થશે. આખા વર્ષમાં એટલું ઉત્પાદન થશે કે તેને વહેંચવા પર તમને 20.38 લાખ રૂપિયા મળશે. તમને જણાવી દઈએ કે, આમાં બજારમાં મળતી અન્ય વસ્તુઓના ભાવને ઘટાડીને બેકરી ઉત્પાદનોની વેચાણ કિંમત નક્કી કરવામાં આવી છે.

આ વેંચાણ પર કુલ ઓપરેટિંગ નફો 6.12 લાખ રૂપિયા મળ્યો. ત્યારબાદ વહીવટ અને વેચાણ પર 70 હજાર ખર્ચ કર્યો અને 60 હજાર બેંકની લોનનું વ્યાજ ભર્યું. આ સિવાય અન્ય ખર્ચ પેટે 60 હજાર રૂપિયાની ચુકવણી કરી. આ બધી જ ગણતરી બાદ ચોખ્ખી નફાની રકમ વાર્ષિક 4.2 લાખ રૂપિયા છે.

મુદ્રા સ્કીમમા કરો અરજી :

આ માટે તમે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ કોઈપણ બેંકમાં અરજી કરી શકો છો. આ માટે તમારે એક ફોર્મ ભરવાનું રહેશે, જેમાં તમારું નામ, સરનામું, વ્યવસાયનું સરનામું, શિક્ષણ, વર્તમાન આવક અને કેટલી લોન જરૂરી છે? એ તમામ માહિતી આપવી પડશે. આમાં કોઈ પ્રોસેસિંગ ફી અથવા ગેરંટી ફી ચૂકવવાની રહેશે નહીં. લોનની રકમ 5 વર્ષમાં પરત કરી શકાય છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles