fbpx
Thursday, May 2, 2024

દિવાળીના મુહૂર્ત ટ્રડિંગમાં ઝૂનઝૂનવાલાને 101 કરોડની કમાણી થઈ, આ 5 શેરમાં થયો ફાયદો

ભારતના વોરેન બફેટ(Warren Buffett) કહેવાતા બિગબુલ રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)એ આ વર્ષે મુહુર્ત ટ્રેડિંગ (Muhurat Trading)માં લગભગ 101 કરોડનો નફો કર્યો છે. દિવાળીના તહેવારો(Diwali Festivals)માં દર વર્ષે 1 કલાકનું મુહુર્ત ટ્રેડિંગ(Muhurat Trading) સેશન હોય છે અને આ દરમિયાન ઝુનઝુનવાલાના પોર્ટફોલિયો(Portfolio)ના 5 સ્ટોક્સમાં તેમને 101 કરોડ રૂપિયાનો નફો થયો હતો.ઝૂનઝૂનવાલાના પોર્ટફોલિયોમાં રહેલા સ્ટોક્સ(Best Stocks)માં સૌથી વધુ તેજી ઇન્ડિયન હોટેલ્સમાં જોવા મળી હતી. ઇન્ડિયન હોટલ્સમાં 5 નવેમ્બરના રોજ 6 ટકા તેજી રહી હતી. આ સિવાયા ટાટા ગૃપના ટાટા મોટર્સના કારણે પણ બિગબુલની દિવાળી ધમાકેદાર બની ગઈ હતી.

આ 5 શેરોએ સુધારી બિગબુલની દિવાળી

ટાટા મોટર્સ

મુહુર્ત ટ્રેડિંગમાં ટાટા મોટર્સના શેર 1 ટકાના વધારા સાથે 490.05 રૂપિયા પર બંધ થયા હતા. ઝુનઝુનવાલા પાસે ઓટો દિગ્ગજના 3.67 કરોડ શેર છે. બિગબુલના પોર્ટફોલિયોમાં ટાટા મોટર્સના શેરોની કિંમત મુહુર્ત ટ્રેડ પહેલા 1783 કરોડ રૂપિયા હતા. ખાસ સત્ર દરમિયાન શેરમાં 17.82 કરોડ રૂપિયા વધીને 1800 કરોડ રૂપિયા થઇ ગયા હતા. ટાટા મોટર્સના શેરની કિંમત આ વર્ષે અત્યાર સુધીમાં 162% વધી છે.

ઈન્ડા હોટલ્સ

રાકેશ ઝુનઝુનવાલાએ હોસ્પિટાલિટી સેક્ટરમાં ઈન્ડા હોટલ્સ પર પોતાનો દાવ રમ્યો છે. મુહુર્ત ટ્રેડિંગમાં તે 5.95 ટકાનો ઉછાળો દર્શાવી 215.45 રૂપિયાના ભાવે પહોંચી ગયો હતો. આ કંપનીમાં બિગબુલની હોલ્ડિંગ 31.13 કરોડ રૂપિયા વધીને 538.84 કરોડ રૂપિયા થઇ ગઇ છે.

એસ્કોર્ટ

એસ્કોર્ટ્સે પણ ઝુનઝુનવાલાની દિવાળી ધમાકેદાર બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. તેના શેરમાં ગતરોજ 2 ટકાનો ઉછાળો નોંધાયો હતો. જેથી બિગબુલની એસ્કોર્ટ્સમાં હોલ્ડિંગ 18.11 કરોડ રૂપિયાથી વધીને 978 કરોડ રૂપિયા થઇ ગઇ છે.

ડેલ્ટા ગ્રુપ

આ ઉપરાંત રાકેશ ઝુનઝુનવાલાએ હોસ્પિટાલિટી સેક્ટરમાં ડેલ્ટા ગૃપ પર પણ દાવ લગાવ્યો છે. દિવાળી નિમિત્તે મુહુર્ત ટ્રેડિંગ દરમિયાન આ શેર 3.3 ટકાના દરે ચમક્યો અને ઝુનઝુનવાલાની સંપત્તિમાં લગભગ 12.6 કરોડ રૂપિયાનો વધારો થયો હતો. આ વધારો થયા બાદ ગૃપમાં ઝુનઝુનવાલાનું હોલ્ડિંગ વધીને 563.40 કરોડ રૂપિયા થઇ ગયું હતું.

ક્રિસિલ

ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં રહેલા રેટિંગ અને રિસર્ચ એજન્સી ક્રિસિલના શેરોમાં મુહુર્ત ટ્રેડિંગ દરમિયાન લગભગ 2 ટકાની તેજી રહી હતી. બિગબુલની પાસે ક્રિસિલના 39.57 કરોડ ઇક્વિટી શકે છે અને ગતરોજના ઉછાળા બાદ તેમની હોલ્ડિંગ 21.72 કરોડ રૂપિયા વધારા સાથે 1144 કરોડ રૂપિયા થઇ ગઇ છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles