fbpx
Thursday, May 9, 2024

દરરોજ રાત્રે એક જ સમયે ઊંઘી જવું? ઊંઘનો અભાવ ક્યારે ચિંતાનું કારણ બને છે?

અડધી રાતે ઊંઘમાંથી જાગી જવું તે એકદમ સામાન્ય વાત છે. ઘણી વખત તરસ લાગવાથી અથવા પેશાબ માટે રાતે આંખ ખુલે છે. આ બાબતે તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ શું તમારી સાથે ક્યારેય એવું બને છે કે તમારી આંખ દરરોજ એક જ સમયે ખુલે છે? જો હા, તો તમે એકલા નથી. એવા ઘણા લોકો છે, જેમની આંખો દરરોજ રાત્રે એક ચોક્કસ સમયે ખુલે છે. આ ચોક્કસ સમય દર વ્યક્તિએ અલગ અલગ હોઈ શકે છે.

રાત્રે શા માટે ઊંઘમાંથી જાગી જવાય છે?

તમે રાત્રે કેટલા વાગે જાગો છો તે મહત્વનું નથી. એક જ સમયે જાગવાના તમારી પાસે ઘણા કારણો હોઈ શકે છે. દા.ત. સ્લીપ એપનિયા અથવા અન્ય કોઈ કારણ. તમારું શરીર કદાચ તે પ્રમાણે ટેવાઈ ગયું હશે.

કેટલાક લોકો રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યાને અનિદ્રાની સમસ્યા માને છે, પરંતુ જો તમે એકવાર જાગી જાઓ છો અને તરત જ ફરીથી સૂઈ જાઓ છો, તો તેનો અર્થ એ છે કે તમને અનિદ્રાની સમસ્યા નથી કે તમે ખરાબ ઊંઘના શિકાર નથી.

રાત્રે જાગી જવું ક્યારે સમસ્યા બની જાય છે?

જરૂરી નથી કે રાત્રે જાગવું કોઈ સમસ્યા હોય. આ સમસ્યા ત્યારે બને છે જ્યારે તમે એકવાર જાગી જાઓ પછી તમે સૂઈ શકતા નથી. “જ્યારે તમે રાત્રે જાગી જાઓ તો તમારે ચિંતા, ઉચાટ, નિરાશાનો સામનો કરવો પડે છે, ત્યારે તમારી અંદર સિમપેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવ થઈ જાય છે.

જ્યારે આવું થાય છે, ત્યારે તમારું મગજ સ્લીપ મોડમાંથી જાગૃત મોડ પર સ્વિચ કરે છે. ત્યારે તમારું મગજ ખૂબ જ સક્રિય થઈ જાય છે અને હૃદયના ધબકારા વધી જાય છે. આ સ્થિતિમાં ફરીથી ઊંઘવું ખૂબ મુશ્કેલ છે. સ્ટ્રેસને કારણે અનિદ્રા જેવી ઊંઘ સબંધિત સમસ્યા થાય છે.

તે સ્લીપ એપનિયાનું લક્ષણ પણ હોઈ શકે છે, જેના કારણે લોકોને ઊંઘ દરમિયાન શ્વાસ લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ રોગને કારણે તમે રાત્રે અચાનક જાગી શકો છો, ઉપરાંત આના કારણે ફેફસાં અને શરીરના બાકીના ભાગમાં ઓક્સિજનનો પ્રવાહ ઘણો ઓછો થઈ જાય છે. જેના કારણે તમારા હૃદયના ધબકારાની ગતિ ખોરવાઈ શકે છે.

સ્લીપ એપનિયાના અન્ય લક્ષણોમાં અચાનક આંચકા સાથે જાગવું, શ્વાસ લેવામાં તકલીફ, નસકોરા, થાક અને દિવસ દરમિયાન સુસ્તી વગેરે હોય છે. જો તમે તમારામાં આ લક્ષણો જુઓ છો, તો તમારે ઊંઘના નિષ્ણાતનો સંપર્ક કરવો જરૂરી છે. જો સ્લીપ એપનિયાનો સમયસર ઈલાજ ન કરવામાં આવે તો તમારે હૃદયરોગ, ડાયાબિટીસ, સ્થૂળતા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

જ્યારે તમે મધ્યરાત્રિએ જાગી જાઓ ત્યારે તમારે શું કરવું જોઈએ?

જો તમે પણ અડધી રાત્રે જાગી જાઓ છો, તો સારું રહેશે કે તમે તમારી જાતને 15થી 20 મિનિટ આપો અને ફરીથી સૂવાનો પ્રયાસ કરો. જો તમે તમારા સઘળા પ્રયાસો છતાં પણ ઊંઘી શકતા નથી, તો તમે ઉઠી જ જાવ તે વધુ સારું છે.

ઊંઘ ન આવવા છતાં જ્યારે તમે લાંબા સમય સુધી પથારીમાં સૂઈ રહો છો, ત્યારે મગજમાં ઘણી બધી બાબતો ચાલવા લાગે છે. આ દરમિયાન તમે ઊંઘવાને બદલે ચિંતા અથવા કંઈક પ્લાંનિંગ કરવાનું શરૂ કરો છો. જ્યારે તમે પથારીમાંથી ઉઠી જાવ છો, ત્યારે આ બધી બાબતો તમારા મગજમાં રમતી નથી.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles