fbpx
Thursday, May 2, 2024

થાઈરોઈડથી રાહત મેળવવા ખાઓ આ શિંગડા, પુરુષો માટે ખૂબ જ ફાયદાકારક છે…

શિયાળાની શરૂઆત થતાની સાથે જ માર્કેટમાં શિંગોડા દેખાવા લાગે છે. શિંગોડા ખાવાની જેટલી મજા આવે છે એટલા જ એ હેલ્થ માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. શિંગોડાને તમે કાચા પણ ખાઇ શકો છો. આટલું જ નહીં શિંગોડાના લોટમાંથી તમે રોટલી પણ બનાવી શકો છો. આ સાથે શિંગોડાનું શાક બનાવીને તમે ખાઇ શકો છો. શિંગોડામાંથી તમે અનેક પ્રકારની વાનગીઓ પણ બનાવી શકો છો. આમ, જો વાત કરવામાં આવે તો ઘણાં લોકોને શિંગોડા ભાવતા હોતા નથી. તમને પણ શિંગોડા ભાવતા નથી તો તમે દિવસમાં એક-એક ખાઇને શરૂઆત કરો. ઘણાં ઘરોમાં શિંગોડાને ફ્રાય કરીને તેમજ એનું અથાણું બનાવીને પણ ખાવામાં આવે છે. તો જાણો તમે પણ શિંગોડા ખાવાથી શું થાય છે ફાયદાઓ.

  • શિયાળામાં મોટાભાગનાં લોકોની એડિઓ ફાટી જાય છે. તમારી એડિઓ પણ વારંવાર ફાટી જાય અને તમને બળતરા બળે છે તો તમે કાચા શિંગોડા ખાઓ. કાચા શિંગોડા ખાવાથી તમને જલદી રાહત મળી જાય છે.
  • તમને થાઇરોઇડ છે તો તમે રોજ 4 થી 5 શિંગોડા ખાઓ. શિંગોડામાં આયોડીનની માત્રા સારી હોય છે જે તમને આરામ અપાવવાનું કામ કરે છે.
  • કાચા શિંગોડાનું ભરથું બનાવો અને એમાં દેસી ઘી મિક્સ કરીને ધીમા ગેસે થવા દો. પુરુષો આ ખાય છે તો શારિરિક નબળાઇ દૂર થાય છે અને સાથે શરીરમાં તાકાત આવે છે.
  • શિંગોડા હાર્ટ માટે ખૂબ ફાયદાકારક છે. તમને હાર્ટને લગતી કોઇ તકલીફ છે તો તમે રોજ શિંગોડા ખાવાનું શરૂ કરી દો.
  • જે લોકો સતત સ્ટ્રેસમાં રહે છે એમનો રોજ શિયાળામાં શિંગોડા ખાવા જોઇએ. શિંગોડા ખાવાથી ડિપ્રેશન જેવી બીમારીઓ સામે તમે રાહત મેળવી શકો છો.
  • શિંગોડાને તમે નિયમિત રીતે ખાઓ છો તો કેન્સરનું જોખમ ઓછુ થઇ જાય છે. શિંગોડામાં ફેરુલિક એસિડ નામનું એન્ડી ઓક્સિડન્ટ હોય છે જે કેન્સરની કોશિકાઓને ઓછુ કરવામાં અને સ્લો કરવામાં મદદ મળે છે.
  • શિંગોડામાં બહુ ઓછી માત્રામાં કેલરી હોય છે અને ફાઇબરની માત્રા સારી હોય છે, આ માટે શિંગોડા વજન ઘટાડવા માટે સૌથી બેસ્ટ છે. શિંગોડા ખાવાથી પેટ લાંબો સમય સુધી ભરેલું રહે છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles