fbpx
Tuesday, April 30, 2024

ઉનાળામાં આ ફળ ખાવાથી રોગો રહે છે દૂર

ઉનાળાની ઋતુ શરુ થઈ ચુકી છે એવામાં ભોજન ઓછુ ખવાય છે અને તરસ વધુ લાગે છે. ઉનાળામાં શરીરમાંથી વધારે પરસેવો નીકળતો હોય છે. જેથી શરીરને હેલ્થી રાખવા માટે ડ્રિંકની સાથે કેટલાક ફળો પણ ખાવા જરુરી છે. જે તમને શરીરમાં ઠંડક આપવાની સાથે વિટામીન, મિનરલ્સ જેવા તત્વો પણ આપે છે, જે તમને હાઈડ્રેટ કરવાનું કામ પણ કરે છે. આવો જાણીયે, એવા ફળો વિશે જેને ઉનાળામાં ખાવાથી ખૂબ ફાયદો થાય છે.

જે તમને હેલ્થી રાખવાનું કામ કરે છે, તેનાથી તમારી ઈમ્યુનિટી પણ બુસ્ટ થાય છે.

કેરી

ઉનાળામાં ફળોના રાજા એટલે કે કેરીની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય છે. કેરી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી સાથે તેનામાં પૂરતુ પોષણ પણ હોય છે. કેરી અલગ અલગ પ્રકારની હોય છે. કેરીમાં વિટામીન એ, વિટામીન સી, આયરન અને ફાયબર પરતી માત્રામાં હોય છે. કેરીમાં એન્ટી ઓક્સિડેન્ટ, કેલ્સિયમ, મેગ્નેશિયમ જેવા તત્વો પણ હોય છે. કેરીનું જ્યુસ પણ પીવાય છે, અને ટુકડા કરીને પણ ખવાય છે.

તરબૂચ

ઉનાળાની ગરમીમાં તરબૂચ ખૂબ ફાયદાકારક છે. તરબૂચ ખાવાથી શરીરમાં પાણીની અછત રહેતી નતી. તરબૂચ હ્રદય માટે ખૂબ ફાયદારુપ છે. તેનામાં રહેલા વિટામીન અને મિનરલ્સ હ્રદયને સ્વાસ્થ્ય રાખે છે. એક સ્ટડી મુજબ તરબૂચથી લાઈકોપીન પ્રોસ્ટેટ અને કોલોરેક્ટલ કેંસરનો ખતરો ઓછો થાય છે. તરબૂચમાં પોટેશિયમ, ફાઈબર, મેગ્નેશિયમ, વિટામિન એ, વિટામીન સીની ભરમાર હોય છે. તરબૂચથી શરીરના હાડકા, જોઈન્ટ્સ મજબૂત થાય છે. તરબૂચમાં રહેલુ બીટા ક્રિપ્ટોક્સૈન્થિન નામનું તત્વ તમારા જોઈન્ટ્સમાં થતા સોજાને અટકાવે છે. તરબૂચથી ઓસ્ટિયોપોરોસિસ કે રુમેટાઈડ અર્થરાઈટિસથી રક્ષણ મળે છે.

દ્રાક્ષ

ઉનાળામાં દ્રાક્ષ ખુબ ફાયદાકારક હોય છે. દ્રાક્ષમાં વિટામીન એ, વિટામીન સી, ફાઈબર, સોડિયમ જેવા તત્વો હોય છે. આ પોષક તત્વોથી શરીરને ઉર્જા મળે છે, તેનાથી શરીરની અનેક સમષ્યાઓ પણ દૂર થાય છે.

નારંગી

ઉનાળામાં નારંગી ખૂબ ખાવી જોઈએ. નારંગીમાં સામેલ વિટામીન સી,વિટામીન ડી, બીટા કેરોટિન, ફાઈબર, ઝિંક જેવા તત્વો તમારા શરીરની રોગ પ્રતિરોધક શક્તિમાં વધારો કરે છે. ઉનાળામાં નારંગીની ડીમાન્ડ પણ વધી જતી હોય છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles