fbpx
Wednesday, May 8, 2024

ફુદીનો કોઈ દવાથી ઓછો નથી, એસિડિટીથી લઈને આ તકલીફ જીવનમાં ક્યારેય નહીં થાય

ગુજરાતમાં ઉનાળો હવે પોતાની ચરમસીમા પર પહોંચી ગયો છે. એપ્રિલ મહિનો પોતાના અંતમાં છે ત્યારે ઉનાળાની ગરમીએ પણ ફરી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. બપોરે ઘરની બહાર નીકળવું લગભગ અશક્ય છે. આવી સ્થિતિમાં એવા ઘણા લોકો છે જે હીટ સ્ટ્રોકનો શિકાર પણ બની રહ્યા છે, પરંતુ જો તમે ફુદીનાના પાનનું યોગ્ય રીતે સેવન કરો તો હીટ સ્ટ્રોકથી બચી શકાય છે.

તેના નાના લીલા પાંદડાના અન્ય ફાયદા છે.

ફુદીનાના પાંદડા ખાસ કરીને આહારમાં સામેલ કરવા જોઈએ. ચટણીથી લઈને શરબતના રૂપમાં તેનો ઉપયોગ ખૂબ જ અસરકારક છે.

ફુદીનાના પાન ના ફાયદા

ફુદીનાના પાણીમાં એન્ટીઓક્સીડેન્ટ અને બળતરા વિરોધી ગુણો હોય છે. વધુમાં તે ફાયટોન્યુટ્રિઅન્ટથી સમૃદ્ધ છે અને તેમાં વિટામિન એ, વિટામિન સી અને બી-કોમ્પ્લેક્સ, ફોસ્ફરસ, કેલ્શિયમ અને એન્ટી-બેક્ટેરિયલ ગુણધર્મો છે. આ ઉપરાંત તેની અસર પણ એકદમ ઠંડી છે. આ કારણે તેને ગરમી માટે રામબાણ માનવામાં આવે છે.

ફુદીનાની ચટણી સ્વાદિષ્ટ હોય છે. તમે આવી ચટણી તૈયાર કરી શકો છો અને દરરોજ એક ચમચી ખાઈ શકો છો. આ સિવાય રાતભર એક ગ્લાસ પાણીમાં ફુદીનો નાંખો અને તે પાણી દિવસના 11 વાગ્યાની આસપાસ પીવો. આ રીતે ફુદીનાનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે.

આ રોગોમાં પણ અસરકારક છે

તેમજ જો તમને હીટ સ્ટ્રોકના કારણે તાવ આવે છે તો ફુદીનાના પાન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ સિવાય જો પેટમાં ખેંચાણ, નબળી પાચન શક્તિ, અપચો અથવા પેટમાં બળતરા, પેશાબ કરતી વખતે બળતરા જેવી સમસ્યા હોય તો ફુદીનાનું પાણી ખૂબ જ ફાયદાકારક છે. ગરમીને કારણે શરીરમાં ક્યાંય પણ દુખાવો થતો હોય તો પણ ફુદીનો રામબાણ છે. આ સિવાય તે વજન ઘટાડવામાં પણ અસરકારક છે. જો કે વધું તેનું સેવન ન કરવું જોઈએ. દરરોજ માત્ર ચારથી પાંચ પાનનું સેવન કરો.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles