fbpx
Tuesday, April 30, 2024

રાજ્યમાં ઠંડીની વચ્ચે માવઠાની આગાહી, 10 નવેમ્બર સુધી આ વિસ્તારમાં પડશે વરસાદ, જાણો વિગતે

અરબ સાગરમાં લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં 10 નવેમ્બર સુધી માવઠાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દરિયામાં લો પ્રેશર સર્જાતા રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ વધ્યું છે.

દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, ડાંગ, તાપી અને દાદરાનગર હવેલી સહિત સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, ભાવનગર, દ્વારકા, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર 10 નવેમ્બર સુધી રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠાની સંભાવના છે. કમોસમી વરસાદની આગાહીને પગલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છ સહિત જૂનાગઢ, રાજકોટ, દ્વારકા અને જામનગરમાં તાત્કાલિક જરૂરી પગલા લઈ ખુલ્લામાં પડેલા પાકને નુકસાની ન થાય તેની તકેદારી રાખવા સ્થાનિક પ્રશાસને ખેડૂતોને સૂચના પણ આપી છે.

નવસારીમાં વરસાદ

માવઠાની આગાહી વચ્ચે નવસારી જિલ્લામાં વરસાદ નોંધાયો છે. બીલીમોરા, ગણદેવી સહિત અનેક વિસ્તારમાં ઝરમર વરસાદ પડ્યો છે. વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કારણ કે ડાંગર સહિતના પાકને નુક્સાન જવાની ભીતિ છે.

હવામાન વિભાગે સમુદ્રમાં સાયક્લૉનિક સર્ક્યૂલેશનના કારણે વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરી છે. સાથે જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ પડી શકે છે હળવા ઝાપટાં.

ઠંડીની આગાહી

કમોસમી વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ઠંડીનું પણ જોર વધી રહ્યું છે. દિવસે દિવસે રાજ્યમાં ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. ત્યારે રવિવારે 11 ડિગ્રી સાથે પાટનગર ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. તો નલિયામાં પણ ઠંડીનો પારો 13.6 ડિગ્રી સુધી પહોંચ્યો છે. રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો કંડલા એયરપોર્ટ પર ઠંડીનો પારો 15 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. તો ડિસામાં ઠંડીનો પારો 15.7 ડિગ્રી સુધી પહોંચ્યો છે. વલસાડમાં ઠંડીનો પારો 16.5 ડિગ્રી પર પહોંચ્યો છે. પોરબંદરમાં ઠંડીનો પારો 16.9 ડિગ્રી પર પહોંચ્યો છે. ]

અમદાવાદમાં ઠંડીનો પારો 17.1 ડિગ્રી, વડોદરામાં 17.2 ડિગ્રી તાપમાન નોંધાયુ. તો સુરેંદ્રનગર ઠંડીનો પારો 17.9 ડિગ્રી સુધી પહોંચ્યો છે. આ તરફ વલ્લભવિદ્યા નગર અને ભૂજમાં ઠંડીનો પારો 18 ડિગ્રી પર પહોંચ્યો છે. તો રાજકોટમાં ઠંડીનો પારો 19.7 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. હવામાન વિભાગે પણ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જોર વધવાની આગાહી કરી છે. હાલ તો રાજ્યમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. તો દિવસ અને રાતના તાપમાનમાં લગભગ 10થી 12 ડિગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડવાની આગાહી વ્યક્ત કરી છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles