fbpx
Wednesday, May 1, 2024

ગુજરાતમાં 1.10 લાખ રોકાણકારોએ લાલચમાં આવી 768.90 કરોડ ગુમાવ્યા

જીપીઆઈડીના ચાર વર્ષમાં 147 કેસો નોંધાયા

GPID એકટનો અમલ થયાના 4 વર્ષ છતાં ભોગ બનનારાઓને ફૂટી કોડી મળી નથી

ગુજરાતમાં એક કા તીન કરવાની લોભામણી લાલચ આપીને રોકાણકારો પાસેથી ઠગો કરોડો રૂપિયાની ઠગાઇ આચરે છે ચાર વર્ષમાં ગુજરાત પ્રોટેક્શન ઓફ્ ઇન્ટરેસ્ટ ઓફ્ ડિપોઝિટર્સ ફઇનાન્સિયલ એસ્ટાબ્લિશમેન્ટ્સ અધિનિયમ 2003 હેઠળ 147 જેટલા કેસ નોંધાયા છે જેમાં 1 10 લાખથી વધુ લોકોને ચિટ ફ્ંડ દ્વારા કુલ રૂ 768 90 કરોડની છેતરપિંડી કરવામાં આવી છે જોકે એકપણ કેસમાં ભોગ બનેલાઓને નાણાં ચૂકવવામાં આવ્યા નથી આટલુ જ નહીં આજદિન સુધી એકપણ કેસનો નિકાલ પણ થયો નથી આ અંગે રાજયના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી જાણવા મળ્યુ છે કે ચાર વર્ષમાં 350 કરોડ રૂપિયાની મિલ્કતો અને પ્રોપર્ટીઓ પોલીસે જપ્ત કરી લીધી છે પરંતુ કાયદેસરની પ્રકીયામાં વિલંબ થવાના કારણે ભોગ બનનારને ઝડપથી નાણાં ચુકવાતા નથી .

મકરબા ગામમાં અશોક જાડેજાએ એક કા તીનની લાલચ આપીને 1200 કરોડથી પણ વઘારે રૂપિયાનુ રોકાણકારો પાસેથી છેતરપિંડી કરી હતી જેમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન મહારાષ્ટ્ર એમ પી યુ પી સહિતના 12 રાજયોના હજજારો લોકો પાસે ઠગાઇ આચરી હતી આ કેસમી તપાસ સીઆઇડી ક્રાઇમે કરી હતી જેમાં અશોક જાડેજા તેમજ અન્ય આરોપીઓની જમીનો તેમજ અન્ય મિલ્કતો કાયદાકીય રીતે જપ્ત કરી હતી ત્યારબાદ અભય ગાંધીએ પણ રોકાણકારો પાસે 500 કરોડથી પણ વધારેનુ રોકાણ કરાવીને લોકોને રાતા પાણીએ રોવડાવ્યા હતા તે વિદેશ ભાગી ગયો હતો તેની ધરપકડ કરીને કરોડો રૂપિયાની મિલ્કતો જપ્ત કરી લીધી હતી આ ઉપરાંત ઇમ્ત સનના માલિક ઇમ્તીયાઝ સૈયદ નિવુત એએસઆઇ નિઝામમુદ્દીન સૈયદના પુત્ર રાજાએ પણ કરોડો રૂપિયાની રોકાણકારો પાસેથી ઉઘરાવીને ઉઠામણુ કરીને વિદેશમાં ઐયાસી કરી આવ્યો હતો તેમજ આર્ચર કેર નામની થલતેજમાં ટાઇટેનીયમ પ્લેટેનીયમ કોમ્પલેક્ષના સંચાલક વિનય શાહ અને ભાર્ગવી શાહ સહિતના ઠગોએ લોકો પાસેથી 500 કરોડ ઉઘરાવી લોભામણી લાલચ આપીને છેતરપિંડી આચરી હતી જેમાં વિનય શાહની તો નેપાળમાં એક યુવતી સાથે ધરપકડ થઇ હતી આ ઉપરાંત પોન્ઝી સ્કીમો બહાર પાડીને ઝહીર રાણા નામના કુખ્યાત વ્હાઇટ કોલર ગુનેગારે તો લોકોને છેતરપિંડી કરવામા માહેર થઇ ગયો હતો તેને એક બે વાર નહી પરંતુ અનેકવાર કરોડો રૂપિયાનો લોકોને ચુનો ચોપડયો હતો તેમ છતાં રોકાણકારો તેની સ્કીમોમાં રોકાણ કરતાં હતા આવા અનેક ભેજાબાજ ઠગોએ લોકો સાથે ઠગાઇ આચરતા હતા છતાં દર છ મહિને આવા કૌભાંડો થાય છે તેમ છતાં રોકાણકારો પણ વધારે પૈસા કમાવવાની લાલચમાં પોતાની મુડી પણ ગુમાવી દે છે .

GPID એકટ હેઠળ 2013થી કાયદો બન્યો હોવાનુ જાણવા મળ્યુ છે 2017થી તેનો અમલવારી શરૂ કરવામા આવી હતી આજે ચાર વર્ષ એટલે કે 2021 સુધી ભોગ બનનારા 1 10 લાખ લોકોને હજુ પણ એક રૂપિયો મળ્યો નથી કાયદાકીય ગુંચના કારણે ભોગ બનનારા લોકો નિરાશા સાંપડી છે .

મહારાષ્ટ્રમાં ભોગ બનનારાને પૈસા મળે છે પરંતુ ગુજરાતના રોકાણકારોને નથી મળતા

મહારાષ્ટ્રમાં ચિટરો સાથે ભોગ બનનારા લોકોને તેમના પૈસા પરત મળે છે જેના કારણે ગુજરાત પોલીસના કેટલાક પોલીસ અધિકારીઓને ટ્રેનીંગ માટે મોકલ્યા હતા તેમ છતાં હજુ પણ રોકાણકારો જૈસે થી ની પરિસ્થિતીમાં જ છે .

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles